SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૪ મું પરમાત્માએ તેને દર્શન આપ્યું અને વર માગવા કહ્યું ત્યારે * * રાજાએ માગ્યું કે હે ભગવાન! આવી જે રાજ્યલક્ષ્મી મને આપી છે તે ઠીક જ નથી, તારે પરમ અનુગ્રહ મારા ઉપર હોય તે પંચવિષયના સાધનરૂપ એ રાજ્યલક્ષ્મીને ફરીથી મને સ્વપ્ન પણ ન હો, એ વર આપ. પરમાત્મા દિંગ થઈ જઈ તથાસ્તુકહી સ્વધામ ગત થયા. કહેવાનો આશય એ છે કે એમ જ યોગ્ય છે. કઠણાઈ અને સરળાઈ, શાતા અને અશાતા એ ભગવદ્ભક્તને સરખાં જ છે; અને વળી કઠણાઈ અને અશાતા તે વિશેષ અનુકૂળ છે કે જ્યાં માયાનો પ્રતિબંધ દર્શનરૂપ નથી. આપને તે એ વાર્તા જાણવામાં છે; તથાપિ કુટુંબાદિકને વિષે કઠણાઈ હોવી ઘટારત નથી એમ ઊગતું હોય તે તેનું કારણ એ જ છે કે પરમાત્મા એમ કહે છે, કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિઃસ્નેહ હો, અને તેના પ્રત્યે સમભાવી થઈ પ્રતિબંધ રહિત થાઓ; તે તમારું છે એમ ન માને, અને પ્રારબ્ધયેગને લીધે એમ મનાય છે, તે ટાળવા આ કઠણાઈ મેં મકલી છે. અધિક શું કહેવું? એ એમ જ છે. ૨૨૪ મુંબઈ, ફાગણ વદ ૨, ૧૯૪૭ ગવાસિષ્ઠ વૈરાગ્ય ઉપશમાદિના ઉપદેશ સહિતનાં શાસ્ત્રો છે. તે વાંચવાને જેટલે વિશેષ પરિચય થાય તેટલું કરો ઘટિત – યોગ્ય છે. અમુક કિયા પ્રવર્તન વિષે જે લક્ષ રહે છે તે લક્ષનું વિશેષે કરી સમાધાન જણાવવા સંબંધીની ભૂમિકામાં હાલ અમારી સ્થિતિ નથી. ૨૨૫ મુંબઈ, ફાગણ વદ ૩, શનિ, ૧૯૪૭ સુજ્ઞ ભાઈ, 1 ભાઈ ત્રિભવનનું એક પ્રશ્ન ઉત્તર આપવા યોગ્ય છે. તથાપિ હાલ કોઈ ઉદયકાળ એવી જાતને વર્તે છે કે એમ કરવામાં નિરૂપાયતા રહી છે. તે માટે ક્ષમા ઈચ્છું છું. ભાઈ ત્રિભવનના પિતાજીને મારા યથાયોગ્યપૂર્વક કહેશે કે તમારા સમાગમમાં રાજીપે છે. પણ કેટલીક એવી નિરૂપાયતા છે કે તે નિરૂપાયતા ભેગવી લીધા વિના બીજા પ્રાણીને પરમાર્થ માટે સ્પષ્ટ કહી શકાય તેવી દશા નથી. અને તે માટે દીનભાવથી તમારી ક્ષમા ઈચ્છી છે. ગવાસિષ્ઠથી વૃત્તિ ઉપશમ રહેતી હોય તે વાંચવા સાંભળવામાં પ્રતિબંધ નથી. વધારે ઉદયકાળ વીત્યે. ઉદયકાળ સુધી અધિક કંઈ નહીં થઈ શકે. ૨૨૬ મુંબઈ, ફાગણ, ૧૯૪૭ સસ્વરૂપને અભેદ ભક્તિએ નમસ્કાર સુજ્ઞ ભાઈ છોટાલાલ, - અત્ર આનંદવૃત્તિ છે. સુજ્ઞ અંબાલાલ અને ત્રિભવનનાં પત્ર મળ્યાં એમ તેમને કહેશો. અવસર પ્રાપ્ત થયે યોગ્ય ઉત્તર આપી શકાય તેવું ભાઈ ત્રિભવનનું પાત્ર છે. વાસનાના ઉપશમાર્ગે તેમનું વિજ્ઞાપન છે; અને તેનો સર્વોત્તમ ઉપાય તે જ્ઞાની પુરુષનો મળવે તે છે. દ્રઢ મુમુક્ષુતા હોય, અને અમુક કાળ સુધી તે જેગ મળ્યું હોય તો જીવનું કલ્યાણ થઈ જાય આ નિઃશંક માનજે. તમે બધા સત્સંગ, સશાસ્ત્રાદિક સંબંધી હાલ કેવા જેગે વર્તે છે તે લખશે. એ જોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy