________________
વર્ષ ૨૪ મુ
૨૭૫ ઉદાસીનતા બે ત્રણ દિવસના દર્શનલાલે ટળે તેમ નથી. પરમાર્થ ઉદાસીનતા છે. ઈશ્વર નિરંતરનો દર્શનલાભ આપે એમ કરે તે પધારવું – નહીં તે હાલ નહીં.
૨૨૦ મુંબઈ, ફાલ્ગન વદ ૩, શનિ, ૧૯૪૭ આજે આપનું જન્માક્ષર સહ પત્ર મળ્યું. જન્માક્ષર વિષેને ઉત્તર હાલ મળી શકે તેમ નથી. ભક્તિ વિષેનાં પ્રશ્નોને ઉત્તર પ્રસંગે લખીશ. અમે આપને જે વિગતવાળા પત્રમાં “અધિષ્ઠાન” વિષે લખ્યું હતું તે સમાગમે સમજી શકાય તેવું છે.
‘અધિષ્ઠાન એટલે જેમાંથી વસ્તુ ઉત્પન્ન થઈ, જેમાં તે સ્થિર રહી, અને જેમાં તે લય પામી તે. એ વ્યાખ્યાને અનુસરી “જગતનું અધિષ્ઠાન” સમજશે.
જૈનમાં ચૈતન્ય સર્વ વ્યાપક કહેતા નથી. આપને એ વિષે જે કંઈ લક્ષમાં હોય તે લખશે.
૨૨૧ મુંબઈ, ફાગુન વદ ૮, બુધ, ૧૯૪૭ શ્રીમદ્ ભાગવત પરમભક્તિરૂપ જ છે. એમાં જે જે વર્ણવ્યું છે, તે તે લક્ષરૂપને સૂચવવા માટે છે.
મુનિને સર્વવ્યાપક અધિષ્ઠાન આત્મા વિષે, કંઈ પૂછવાથી લક્ષરૂપ ઉત્તર મળી નહીં શકે. કલ્પિત ઉત્તરે કાર્યસિદ્ધિ નથી. આપે જતિષાદિકની પણ હાલ ઈચ્છા કરવી નહીં, કારણ કે તે કલ્પિત છે; અને કલ્પિત પર લક્ષ નથી.
પરસ્પર સમાગમ-લાભ પરમાત્માની કૃપાથી થાય એવું ઈચ્છું છું. આમ ઉપાધિ જોગ વિશેષ વર્તે છે, તથાપિ સમાધિમાં ભેગની અપ્રિયતા કોઈ કાળે નહીં થાય એ ઈશ્વરને અનુગ્રહ રહેશે એમ લાગે છે. વિશેષ વિગતવાર પત્ર લખીશ ત્યારે. . વિ. રાયચંદ
૨૨૨ મુંબઈ, ફાગણ વદ ૧૧, ૧૯૪૭ જ્યોતિષને કલ્પિત કહેવાને હેતુ એ છે કે તે વિષય પારમાર્થિક જ્ઞાને કલ્પિત જ છે, અને પારમાર્થિક જ સત્ છે; અને તેની જ રટણ રહે છે. મને પોતાને શિર હાલ ઉપાધિને બે ઈશ્વરે વિશેષ મૂક્યો છે, એમ કરવામાં તેની ઈચ્છા સુખરૂપ જ માનું છું.
પંચમકાળને નામે જૈન ગ્રંથે આ કાળને ઓળખે છે, અને કળિકાળને નામે પુરાણ ગ્રંથ ઓળખે છે, એમ આ કાળને કઠિન કાળ કહ્યો છે, તેને હેતુ જીવને “સત્સંગ અને સન્શાસ્ત્રીને જગ થવો આ કાળમાં દુર્લભ છે, અને તેટલા જ માટે કાળને એવું ઉપનામ આપ્યું છે.
અમને પણ પંચમકાળ અથવા કળિયુગ હાલ તે અનુભવ આપે છે. અમારું ચિત્ત નિઃસ્પૃહ અતિશય છે; અને જગતમાં સસ્પૃહ તરીકે વર્તીએ છીએ, એ કળિયુગની કૃપા છે.
૨૨૩ મુંબઈ, ફાગણ વદ ૧૪, બુધ, ૧૯૪૭ देहाभिमाने गलिते, विज्ञाते परमात्मनि ।
यत्र यत्र मनो याति, तत्र तत्र समाधयः ॥ હું કર્તા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન, તે જેનું ગળી ગયું છે, અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણે છે, તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે.
આપના પત્ર ઘણી વાર વિગતથી મળે છે અને તે પત્રો વાંચી પ્રથમ તે સમાગમમાં જ રહેવાની ઈરછા થાય છે. તથાપિ.કારણથી તે ઈચ્છાનું ગમે તે પ્રકારે વિસ્મરણ કરવું પડે છે, અને પત્રને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org