SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૪ મું ૨૧૬ સ” આ જે કંઈ જઈએ છીએ, જે કંઈ જોઈ શકાય તેવું છે, જે કંઈ સાંભળીએ છીએ, જે કંઈ સાંભળી શકાય તેવું છે, તે સર્વ એક સત્ જ છે. જે કંઈ છે તે સત્ જ છે. અન્ય નહીં. તે સત્ એક જ પ્રકારનું હોવાને યોગ્ય છે. તે જ સત જગતરૂપે બહુ પ્રકારનું થયું છે પણ તેથી તે કંઈ સ્વરૂપથી ચુત થયું નથી. સ્વરૂપમાં જ તે એકાકી છતાં અને કાકી હોઈ શકવાને સમર્થ છે. એક સુવર્ણ, કુંડલ, કડાં, સાંકળ અને બાજુબંધાદિક અનેક પ્રકારે હોય તેથી તેમાંથી કંઈ સુવર્ણપણું ઘટતું નથી. પર્યાયાંતર ભાસે છે. અને તે તેની સત્તા છે. તેમ આ સમસ્ત વિશ્વ તે “સ'નું પર્યાયાંતર છે, પણ “સતરૂપ જ છે. ૨૧૭ મુંબઈ, માહ સુદ, ૧૯૪૭ પરમ પૂજ્ય, આપને સહજ વાંચનના ઉપગાર્થે આપના પ્રશ્નને ઉત્તરવાળે કાગળ આ સાથે બીડું છું. પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતું હોય તે પણ કરો એગ્ય જ છે. સરળ વાટ મળ્યા છતાં ઉપાધિના કારણથી તન્મયભક્તિ રહેતી નથી, અને એકતાર સ્નેહ ઊભરાતું નથી. આથી ખેદ રહ્યા કરે છે અને વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે. જોકે વૈરાગ્ય તે એ રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી, પરંતુ ઉપાધિના પ્રસંગને લીધે તેમાં ઉપગ રાખવાની વારંવાર જરૂર રહ્યા કરે છે, કે જેથી પરમ સ્નેહ પર તે વેળા આવરણ આણવું પડે અને એવી પરમ સનેહતા અને અનન્ય પ્રેમભક્તિ આવ્યા વિના દેહત્યાગ કરવાની ઈચ્છા થતી નથી. કદાપિ સર્વાત્માની એવી જ ઇચ્છા હશે તે ગમે તેવી દીનતાથી પણ તે ઈચ્છા ફેરવશું. પણ પ્રેમભક્તિની પૂર્ણ લય આવ્યા વિના દેહત્યાગ નહીં કરી શકાય એમ રહે છે અને વારંવાર એ જ રટના રહેવાથી “વનમાં જઈએ “વનમાં જઈએ એમ થઈ આવે છે. આપને નિરંતર સત્સંગ હોય તો અમને ઘર પણ વનવાસ જ છે. ગેપાંગનાની જેવી શ્રીમદ્ ભાગવતમાં પ્રેમભક્તિ વર્ણવી છે, એવી પ્રેમભક્તિ આ કળિકાળમાં પ્રાપ્ત થવી દુર્લભ છે, એમ કે સામાન્ય લક્ષ છે, તથાપિ કળિકાળમાં નિશ્ચળ મતિથી એ જ લય લાગે તે પરમાત્મા અનુગ્રહ કરી શીધ્ર એ ભક્તિ આપે છે. જડભરતજીની શ્રીમદ્ ભાગવતમાં સુંદર આખ્યાયિકા આપી છે, એ દશા વારંવાર સાંભરી આવે છે. અને એવું ઉન્મત્તપણું પરમાત્માને પામવાનું પરમ દ્વાર છે. એ દશા વિદેહી હતી. ભરતજીને હરણના સંગથી જન્મની વૃદ્ધિ થઈ હતી અને તેથી જડભરતના ભવમાં અસંગ રહ્યા હતા. એવાં કારણથી મને પણ અસંગતા બહુ જ સાંભરી આવે છે, અને કેટલીક વખત તે એવું થઈ જાય છે કે તે અસંગતા વિના પરમ દુઃખ થાય છે. યમ અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહીં લાગતું હોય, પણ અમને સંગ દુઃખદાયક લાગે છે. એમ અંતવૃત્તિઓ ઘણી છે કે જે એક જ પ્રવાહની છે. લખી જતી નથી રહ્યું જતું નથી; અને આપને વિયેગ રહ્યા કરે છે. સુગમ ઉપાય કઈ જડતું નથી. ઉદયકર્મ ભેગવતાં દીનપણું અનુકૂળ નથી. ભવિષ્યની એક ક્ષણને ઘણું કરીને વિચાર પણ રહેતું નથી. સતું-સત્’ એનું રટણ છે. અને સતનું સાધન “તમે તે ત્યાં છે. અધિક શું કહીએ? ઈશ્વરની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy