________________
શ્રીમદ્ રાજચંદ્ર ભગવાન જ મહી નીકળે છે. એવું સૂફમ સ્વરૂપ તે સ્થૂળ કરીને વ્યાસજીએ અદ્ભુત ભક્તિને ગાઈ છે. આ વાત અને આખું ભાગવત એ એકજને પ્રાપ્ત કરાવવા માટે અક્ષરે અક્ષરે ભરપૂર છે, અને તે (અ)મને ઘણા કાળ થયા પહેલાં સમજાયું છે; આજે અતિ અતિ સ્મરણમાં છે; કારણ કે સાક્ષાત્ અનુભવ પ્રાપ્તિ છે અને એને લીધે આજની પરમ અદ્ભુત દશા છે. એવી દશાથી જીવ ઉન્મત્ત પણ થઈ ગયા વિના રહેશે નહીં, અને વાસુદેવ હરિ ચાહીને કેટલીક વખત વળી અંતર્ધાન પણ થઈ જાય એવા લક્ષણના ધારક છે; માટે અમે અસંગતાને ઈચ્છીએ છીએ; અને તમારે સહવાસ તે પણ અસંગતા જ છે, એથી પણ વિશેષ અમને પ્રિય છે.
સત્સંગની અત્ર ખામી છે, અને વિકટ વાસમાં નિવાસ છે. હરિઇચ્છાએ હફર્યાની વૃત્તિ છે. એટલે કંઈ ખેદ તે નથી; પણ ભેદને પ્રકાશ કરી શકાતું નથી; એ ચિંતના નિરંતર રહ્યા કરે છે.
ભૂધર એક આજે કાગળ આપી ગયા. તેમ જ આપનું પરભારું એક પતું મળ્યું.
મણિને મેકલેલી 'વચનાવલીમાં આપની પ્રસન્નતાથી અમારી પ્રસન્નતાને ઉત્તેજનની પ્રાપ્તિ થઈ. સંતને અદ્ભુત માર્ગ એમાં પ્રકા છે. જે મણિ એક જ વૃત્તિએ એ વાક્યોને આરાધશે અને તે જ પુરુષની આજ્ઞામાં લીન રહેશે, તે અનંતકાળથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે. માયાને મેહ મણિ વિશેષ રાખે છે કે જે માર્ગ મળવામાં મેટો પ્રતિબંધ ગણાય છે. માટે એવી વૃત્તિઓ હળવે હળવે ઓછી કરવા મણિને મારી વિનંતિ છે.
આપને જે પૂર્ણપદોપદેશક કક્કો કે પદ મોકલવા ઈચ્છા છે, તે કેવા ઢાળમાં અથવા રાગમાં, તે માટે આપને યોગ્ય લાગે તે જણાવશે.
ઘણા ઘણુ પ્રકારથી મનન કરતાં અમારે દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે પુરુષના ચરણ સમીપ રહીને થાય તે ક્ષણ વારમાં મક્ષ કરી દે તેવો પદાર્થ છે.
વિશેષ કંઈ લખ્યું જતું નથી. પરમાનંદ છે, પણ અસત્સંગ છે અર્થાત્ સત્સંગ નથી. વિશેષ આપની કૃપાદૃષ્ટિ એ જ.
વિક આજ્ઞાંતિના દંડવત્
૨૦૨
મુંબઈ, માહ વદ ૩, ૧૯૪૭ સુજ્ઞ મહેતા ચત્રભુજ, 1 જીવનું કલ્યાણ થાય તે માર્ગ આરાધવે “શ્રેયસ્કર” છે, એમ વારંવાર કહ્યું છે છતાં અહીં એ વાતનું સ્મરણ કરાવું છું.
મારાથી કંઈ પણ હમણું લખવામાં આવ્યું નથી, તેને ઉદ્દેશ એટલે જ કે સંસારી સંબંધ અનંત વાર થયું છે, અને જે મિથ્યા છે તે વાટે પ્રીતિ વધારવા ઈરછા નથી. પરમાર્થ વાટે વહાલપ ઊપજે એ પ્રકાર ધર્મ છે. તેને આરાધજે.
વિ૦ રાયચંદના ય૦
२०३
મુંબઈ, માહ વદ ૪, ૧૯૪૭
સસ્વરૂપ સુજ્ઞ ભાઈ,
આજે એક તમારું પત્ર મળ્યું. તે પહેલાં ત્રણેક દિવસ પહેલાં એક પત્ર સવિગત મળ્યું હતું. તે માટે કંઈ અસંતોષ થયે નથી. વિકલ્પ કરશે નહીં.
૧. જુઓ આંક ૨૦૦ ૨, મણિલાલ-તે શ્રી સૌભાગ્યભાઈના પુત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org