________________
(૧૮)
ચતુર્થીવૃત્તિનું નિવેદન આ ગ્રંથની ત્રીજી આવૃત્તિની ૭૫૦૦ પ્રતો છેલ્લાં સાત વર્ષોમાં નિ:શેષ થવાથી તેનું ચતુર્થ આવૃત્તિમાં ૫૦૦૦ પ્રતો સાથે પુનર્મુદ્રણ થાય છે તે જ આ ગ્રંથ પ્રત્યેની જિજ્ઞાસુઓની સુરુચિનું પ્રમાણ છે.
આ ગ્રંથ સંબંધી સવિસ્તર માહિતી અગાઉની આવૃત્તિઓની પ્રસ્તાવનામાં આવી ગઈ છે, જે આ સાથે પ્રસ્તુત છે, તે જોઈ જવા સુજ્ઞ વાચકોને ભલામણ છે.
આ ગ્રંથ-પ્રકાશનમાં સતુશ્રુત અનુમોદકોએ ઉદારચિત્તે દાન કર્યું છે, જેથી ગ્રંથની કિંમત પડતર કિંમતથી ઘણી જ ઓછી રાખી શકાઈ છે. એવા દાતાઓની યાદી આ ગ્રંથમાં અન્યત્ર આપી છે.
ગ્રંથ-છપાઈમાં બનતો સહકાર આપવા બદલ ભગવતી મુદ્રણાલયના માલિક શ્રી ભીખાભાઈનો અત્રે આભાર માનવામાં આવે છે. આ આત્મઉત્કર્ષક ગ્રંથનો બનતી કાળજી સાથે વિનય, વિવેક અને યત્નાપૂર્વક સર્ણપયોગ કરવા નમ્ર વિનંતિ છે.
– પ્રકાશક છઠ્ઠી આવૃત્તિનું નિવેદન વિ. સંવત ૧૯૮૮માં આ ગ્રંથની પાંચમી આવૃત્તિમાં ૫,૦૦૦ પ્રતો બાઈબલ પેપરમાં અને ૫૦૦૦ પ્રતો “મેપલીથો” પેપરમાં છપાવેલ. આમાંથી ૫૦૦૦ પ્રથો “મેપલીથો” પેપરની નિ:શેષ થવાથી છઠ્ઠી આવૃત્તિ ૫,૦૦૦ પ્રતો સાથે પુનર્મુદ્રણ થાય છે, તે જ આ ગ્રંથ પ્રત્યેની સજિશાસુઓની સુરુચિનું પ્રમાણ છે.. આશ્રમની પ્રથમ ચાર આવૃત્તિઓનાં નિવેદનો આ આવૃત્તિઓમાં આપ્યા છે પાંચમી આવૃત્તિનું નિવેદન નહોતું.
આ ગ્રંથ પ્રકાશમાં સતશ્રુત અનુમોદકો હરહંમેશ ઉદારચિત્તે દાન આપે છે, જેથી ગ્રંથની કિંમત પડતર કિંમતથી ઘણી જ ઓછી રાખી શકાઈ છે. આ દાતાઓને ધન્યવાદ અને તેમના નામોની યાદી આ ગ્રંથમાં અન્યત્ર આપી છે. ગ્રંથ છપાઈમાં ઉત્સાહપૂર્વક સહકાર આપવા બદલ અનામિકા ટ્રેડિંગ ફ. ના શ્રી બિપિનભાઈ ગાલાનો અત્રે આભાર માનવામાં આવે છે. - આ આત્મઉત્કર્ષક ગ્રંથનો કાળજી સાથે વિનય, વિવેક અને યત્નપૂર્વક ઉપયોગ કરવા નમ્ર વિનંતી છે. શ્રીમદ્ રાજચંદ્ર જેવા પરમ આત્મયોગીના વચનો, પત્રો, લેખો અને કાવ્યોના ગ્રંથ એ પરમકપાથી અનાદિની અજ્ઞાન ગ્રંથિ છેદનાર પરમનિમિત્તરૂપ થાઓ એવી પ્રાર્થના છે. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, અગાસ
લી. સંતસેવક સં. ૨૦૪૮, અષાડ સુદ ૧, તા. ૧-૭-૧૯૯૨
મનુભાઈ ભ. મોદી - સાતમી આવૃત્તિનું નિવેદન શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથની સાતમી આવૃત્તિ ૪૫૦૦ પ્રતો સાથે મુદ્રણ થાય છે. તે જ આ ગ્રંથ પ્રત્યે સજિજ્ઞાસુઓની આત્મસાધના ક્રમનો ઊંડાણથી અભ્યાસ કરવાની જિજ્ઞાસાનું પ્રમાણ છે. આ પ્રકાશનમાં જે જે વ્યક્તિ ઓ એ તન, મન, અને વચનથી ઉલ્લાસપૂર્વક સાથ આપ્યો છે તે સર્વને એ આત્મહિતનું કારણ બનો. કારતક સુદ ૧૫, સં. ૨૦૧૨
લિ. સંતસેવક તા. ૧-૧૧-૧૯૯૫
મનુભાઈ ભ. મોદી આઠમી આવૃત્તિનું નિવેદન વિ. સંવત ૨૦૫૨ માં સાતમી આવૃત્તિનું પ્રકાશન થયેલ. આ બધી પ્રતો નિ:શેષ થવાથી આઠમી આવૃત્તી ૫૦૦૦ પ્રતો સાથે મુદ્રણ કરવાનું થાય છે. આ ગ્રંથનો અભ્યાસ કરતા સત્ જિજ્ઞાસુ મુમુક્ષના હૃદયમાં આધ્યાત્મિકના અંકુરો જન્મશે અને આત્મહિતનું કારણ બનશે એ જ અભ્યર્થના. આ ગ્રંથ પ્રકાશન માટે હરહમેશ ઉદારતાથી આર્થિક સહાય કરનાર મુમુક્ષુઓ તથા ગ્રંથ તૈયાર કરવા માટે જે મુમુક્ષુઓએ ફાળો આપ્યો છે તે સૌનો અંત:કરણપૂર્વક આભાર માનવામાં આવે છે.
લિ. સંતસેવક મનુભાઈ ભ, મોદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org