________________
મેારખી, ચૈત્ર વદ ૧૦, ૧૯૪૫
શિશ્ન
તમારા બન્નેના પત્રો મળ્યા. સ્યાદ્વાદદર્શન સ્વરૂપ પામવા માટે તમારી પરમ જિજ્ઞાસાથી સંતેષ પામ્યા છું. પણ આ એક વચન અવશ્ય સ્મરણમાં રાખશે, કે શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. મર્મ તા સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. એ માટે મેળાપે વિશેષ ચી શકાય. ધર્મના રસ્તા સરળ, સ્વચ્છ અને સહજ છે; પણ તે વિરલ આત્માએ પામ્યા છે, પામે છે અને પામશે.
૧૮૪
શ્રીમદ્ રાજચંદ્ર
૫૮
માગેલ કાવ્યો પ્રસંગ લઈને મેકલીશ. દેહરચના અર્થ માટે પણ તેમ જ. હમણાં તે આ ચાર ભાવના ભાવશે :
મૈત્રી (સર્વ જગત ઉપર નિર્વૈરબુદ્ધિ); અનુકંપા (તેમનાં દુ:ખ ઉપર કરુણા ); પ્રમાદ (આત્મગુણુ દેખી આનંદ ); ઉપેક્ષા ( નિસ્પૃહ બુદ્ધિ). એથી
પાત્રતા આવશે.
૫૯
વવાણિયા, વૈશાખ સુદ ૧, ૧૯૪૫ તમારી દેહસંબંધી સ્થિતિ શૈાચનીય જાણી વ્યવહારની અપેક્ષાએ ખેદ થાય છે. મારા પર અતિશય ભાવના રાખી વર્તવાની તમારી ઇચ્છાને હું રોકી શકતા નથી; પણ તેવી ભાવના ભાવતાં તમારા દેહને યત્કિંચિત્ હાનિ થાય તેમ ન કરો. મારા પર તમારા રાગ રહે છે, તેને લીધે તમારા પર રાગ રાખવા મારી ઇચ્છા નથી; પરંતુ તમે એક ધર્મપાત્ર જીવ છે અને મને ધર્મપાત્ર પર કંઈ વિશેષ અનુરાગ ઉપાવવાની પરમ ઇચ્છના છે; તેને લીધે કોઈ પણ રીતે તમારા પર ઇચ્છના કંઈ અંશે પણ વર્તે છે.
Jain Education International
નિરંતર સમાધિભાવમાં રહેા. હું તમારી સમીપ જ બેઠો છું એમ સમજો. દેહદર્શનનું અત્યારે જાણે ધ્યાન ખસેડી આત્મદર્શનમાં સ્થિર રહેા. સમીપ જ છું, એમ ગણી શોક ઘટાડા, જરૂર ઘટાડો. આરાગ્યતા વધશે; જિંદગીની સંભાળ રાખે; હમણાં દેહત્યાગને ભય ન સમજો; એવા વખત હશે તે અને જ્ઞાનીદૃશ્ય હશે તેા જરૂર આગળથી કાર્ટ જણાવશે કે પહોંચી વળશે. હમણા તે તેમ નથી.
તે પુરુષને પ્રત્યેક લઘુ કામના આરંભમાં પણ સંભારે, સમીપ જ છે. જ્ઞાનીદૃશ્ય તા થાડો વખત વિયેાગ રહી સંયાગ થશે અને સર્વ સારું જ થઈ રહેશે.
દશવૈકાલિક સિદ્ધાંત હમણાં પુનઃ મનન કરું છું. અપૂર્વ વાત છે.
જો પદ્માસન વાળીને કિંવા સ્થિર આસનથી બેસી શકાતું હાય, સૂઈ શકાતું હેાય તે પણ ચાલે, પણ સ્થિરતા જોઈએ, ચળવિચળ દેહ ન થતા હાય, તેા આંખા વીંચી જઈ નાભિના ભાગ પર તૃષ્ટિ પહોંચાડી, પછી છાતીના મધ્ય ભાગમાં આણી, કપાળના મધ્ય ભાગમાં તે દૃષ્ટિ ઠેઠ લાવી, સર્વ જગત શૂન્યાભાસરૂપ ચિંતવી, પોતાના દેહમાં સર્વ સ્થળે એક તેજ વ્યાપ્યું છે એવા ભાસ લઇ જે રૂપે પાર્શ્વનાથાદિક અદ્વૈતની પ્રતિમા સ્થિર ધવળ દેખાય છે, તેવા ખ્યાલ છાતીના મધ્ય ભાગમાં કરે. તેટલામાંથી કંઈ થઈ ન શકતું હેાય તે મારું ખભેરખણું (મેં જે રેશમી કારે રાખ્યું હતું) તે ઓઢી સવારના ચાર વાગે કે પાંચ વાગે જાગૃતિ પામી સેાડ તાણી એકાગ્રતા ચિંતવવી. અર્હત્ સ્વરૂપનું ચિંતવન, અને તેા કરવું. નહીં તેા કંઈ પણ નહીં ચિંતવતાં સમાધિ કે બાધિ એ શબ્દો જ ચિંતવવા. અત્યારે એટલું જ. પરમ કલ્યાણની એક શ્રેણિ થશે. ઓછામાં ઓછી ખાર પળ અને વિ॰ રાયચંદ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સ્થિતિ રાખવી.
૧. મીંચી, બંધ કરી.
For Private & Personal Use Only
www.jainelibrary.org