________________
૧૫૬
શ્રીમદ્ રાજચંદ્ર ૧૭ મહાત્મા થવું હોય તે ઉપકારબુદ્ધિ રાખે સપુરુષના સમાગમમાં રહે; આહાર, વિહારાદિમાં અલુબ્ધ અને નિયમિત રહે; સન્શાસ્ત્રનું મનન કરે; ઊંચી શ્રેણીમાં લક્ષ રાખો.
૧૮ એ એકકે ન હોય તે સમજીને આનંદ રાખતાં શીખે. ૧૯ વર્તનમાં બાલક થાઓ, સત્યમાં યુવાન થાઓ, જ્ઞાનમાં વૃદ્ધ થાઓ. ૨૦ રાગ કરે નહીં, કરે તે પુરુષ પર કરે; ષ કરે નહીં, કરે તે કુશીલ પર કરે.
૨૧ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્યથી અભેદ એવા આત્માને એક પળ પણ વિચાર કરે..
૨૨ મનને વશ કર્યું તેણે જગતને વશ કર્યું. ૨૩ આ સંસારને શું કરે? અનંત વાર થયેલી માને આજે સ્ત્રીરૂપે ભેગવીએ છીએ.
૨૪ નિગ્રંથતા ધારણ કરતાં પહેલાં પૂર્ણ વિચાર કરજે; એ લઈને ખામી આણવા કરતાં અપારંભી થજે.
સમર્થ પુરુષ કલ્યાણનું સ્વરૂપ પિકારી પિકારીને કહી ગયા; પણ કોઈ વિરલાને જ તે યથાર્થ સમજાયું.
૨૬ સ્ત્રીના સ્વરૂપ પર મેહ થતો અટકાવવાને વગર ત્વચાનું તેનું રૂપ વારંવાર ચિંતવવા યોગ્ય છે.
૨૭ કુપાત્ર પણ પુરુષના મૂકેલા હસ્તથી પાત્ર થાય છે, જેમ છાશથી શુદ્ધ થયેલે સેમલ શરીરને નીરોગી કરે છે.
૨૮ આત્માનું સત્યસ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે, છતાં ભ્રાંતિથી ભિન્ન ભાસે છે, જેમ ત્રાંસી આંખ કરવાથી ચંદ્ર બે દેખાય છે.
૨૯ યથાર્થ વચન ગ્રહવામાં દંભ રાખશે નહીં કે આપનારને ઉપકાર એળવશે નહીં. ૩૦ અમે બહુ વિચાર કરીને આ મૂળતત્ત્વ શેડ્યું છે કે, ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષમાં નથી. ૩૧ રડાવીને પણ બચ્ચાંને હાથમાં રહેલ સેમલ લઈ લે. ૩૨ નિર્મળ અંતઃકરણથી આત્માનો વિચાર કરો એગ્ય છે. ૩૩ જ્યાં “હું માને છે ત્યાં “તું” નથી; જ્યાં “તું” માને છે ત્યાં “તું” નથી. ૩૪ હે જીવ! હવે ભેગથી શાંત થા, શાંત. વિચાર તે ખરે કે એમાં કયું સુખ છે? ૩૫ બહુ કંટાળીને સંસારમાં રહીશ નહીં. ૩૬ સતજ્ઞાન અને સલ્ફીલને સાથે દોરજે. ૩૭ એકથી મૈત્રી કરીશ નહીં, કર તે આખા જગતથી કરજે.
૩૮ મહા સૌંદર્યથી ભરેલી દેવાંગનાના કીડાવિલાસ નિરીક્ષણ કરતાં છતાં જેના અંતઃકરણમાં કામથી વિશેષ વિશેષ વિરાગ છૂટે છે તેને ધન્ય છે, તેને ત્રિકાળ નમસ્કાર છે.
૩૯ ભેગના વખતમાં ગ સાંભરે એ હળુકમનું લક્ષણ છે.
૪૦ આટલું હોય તે હું મેક્ષની ઈચ્છા કરતે નથી? આખી સૃષ્ટિ સશીલને સેવે, નિયમિત આયુષ્ય, નીરોગી શરીર, અચળ પ્રેમી પ્રેમદા, આજ્ઞાંકિત અનુચર, કુળદીપક પુત્ર, જીવનપર્યંત બાલ્યાવસ્થા, આત્મતત્ત્વનું ચિંતવન.
૪૧ એમ કઈ કાળે થવાનું નથી, માટે હું તે મોક્ષને જ ઈચ્છું છું. ૪૨ સૃષ્ટિ સર્વ અપેક્ષાએ અમર થશે?
૪૩ કોઈ અપેક્ષાએ હું એમ કહું છું કે સૃષ્ટિ મારા હાથથી ચાલતી હેત તે બહુ વિવેકી ધરણથી પરમાનંદમાં વિરાજમાન હોત.
૧. પાઠા, ગુપ્ત ચમત્કારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org