SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) આત્મજ્ઞાનમય ઉજજવળ જીવનને અંતરંગ પ્રકાશ હતો એટલે જ એમને અદ્ભુત અમૃતવાણીની સહજ ફુરણા હતી. “કાકા સાહેબ કાલેલકરે શ્રીમદ્ને માટે “પ્રગવીર' એ સૂચક અર્થગર્ભ શબ્દ પ્રય છે, તે સર્વથા યથાર્થ છે. શ્રીમદ્ ખરેખર પ્રયોગવીર જ હતા. પ્રગસિદ્ધ સમયસારનું દર્શન કરવું હોય કે પરમાત્મપ્રકાશનું દર્શન કરવું હોય, પ્રગસિદ્ધ સમાધિશતકનું દર્શન કરવું હોય કે પ્રશમરતિનું દર્શન કરવું હોય, પ્રગસિદ્ધ ગદ્રષ્ટિનું દર્શન કરવું હોય કે આત્મસિદ્ધિનું દર્શન કરવું હોય તે જોઈ લો “શ્રીમ’ ! તે તે સમયસારાદિ શાસ્ત્રોમાં વર્ણિત કરેલા ભાવનું જીવતું જાગતું અવલંબન ઉદાહરણ જોઈતું હોય તે જોઈ લો શ્રીમદૂનું જીવનવૃત્ત! શ્રીમદ્દ એવા પ્રત્યક્ષ પ્રગટ પરમ પ્રગસિદ્ધ આત્મસિદ્ધિને પ્રાપ્ત થયેલ પુરુષ છે, એટલે જ એમણે પ્રણીત કરેલ આત્મસિદ્ધિ આદિમાં આટલું બધું અપૂર્વ દૈવત અનુભવાય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર જીવનરેખા ભારતની વિશ્વવિખ્યાત વિભૂતિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી લખે છે – મારા જીવનમાં શ્રીમદ્ રાજચંદ્રની છાપ મુખ્યપણે છે. મહાત્મા ટોલ્સ્ટોય તથા રસ્કિન કરતાં પણ શ્રીમદે મારા ઉપર ઊંડી અસર કરી છે. ઘણી વાર કહીને લખી ગયો છું કે મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે પણ સૌથી વધારે કોઈને જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રી (શ્રીમદ્ રાજચંદ્ર)ના જીવનમાંથી છે. શ્રીમદ્ રાજચંદ્ર અસાધારણ વ્યક્તિ હતા. તેમનાં લખાણે એ તેમના અનુભવનાં બિંદુ સમાં છે. તે વાંચનાર વિચારનાર અને તે પ્રમાણે ચાલનારને મોક્ષ સુલભ થાય. તેના કષાય મોળા પડે, તેને સંસાર વિષે ઉદાસીનતા આવે, તે દેહને મોહ છોડી આત્માથી બને. આટલા ઉપરથી વાંચનાર જશે કે શ્રીમનાં લખાણ અધિકારીને સારુ છે. બધા વાંચનાર તેમાં રસ નહિ લઈ શકે. ટીકાકારને તેમાં ટીકાનું કારણ મળશે. પણ શ્રદ્ધાવાન તે તેમાંથી રસ જ લૂંટશે. તેમનાં લખાણમાં સત્ નીતરી રહ્યું છે, એવો મને હંમેશ ભાસ આવ્યો છે. તેમણે પિતાનું જ્ઞાન બતાવવા સારુ એક પણ અક્ષર નથી લખે. લખનારને હેતુ વાંચનારને પોતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાનું હતું. જેને આત્મશ્લેશ ટાળવે છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે તેને શ્રીમદૂનાં લખાણોમાંથી બહુ મળી રહેશે, એ મને વિશ્વાસ છે, પછી ભલે તે હિન્દુ હો કે અન્ય ધમી. ....જે વૈરાગ્ય (અપૂર્વ અવસર એ ક્યારે આવશે ) એ કાવ્યની કડીઓમાં જળહળી રહ્યો છે તે મેં તેમના બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલે. તેમનાં લખાણની એક અસાધારણતા એ છે કે પિતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં ક્યાંય કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારુ એક લીટી સરખી પણ લખી હોય એમ મેં નથી જોયું. ખાતાં, બેસતાં, સૂતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તે હોય જ. કેઈ વખત આ જગતના કોઈ પણ વૈભવને વિષે તેમને મેહ થયું હોય એમ મેં નથી જોયું.... ...આ વર્ણન સંયમીને વિષે સંભવે. બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકતો. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયત્ન મળી શકે છે, એમ હરકોઈ માણસ અનુભવી શકે છે. રાગોને કાઢવાનો પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું કઠિન છે. એ રાગરહિત દશા કવિ (શ્રીમ)ને સ્વાભાવિક હતી, એમ મારા ઉપર છાપ પડી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy