________________
વર્ષ ૧૩ મું
૧૧૭ જાણવારૂપ છે. તેની સંસરિદ્ધિ જાણુવારૂપ છે. તેમ જ “અજીવ', તેના રૂપ અરૂપી પુદૂગળ, આકાશાદિક વિચિત્ર ભાવ, કાળચક્ર ઈ- જાણવારૂપ છે. જીવાજીવ જાણવાની પ્રકારાંતરે સર્વજ્ઞ સર્વદર્શીએ નવ શ્રેણિરૂપ નવતત્વ કહ્યાં છે.
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ, મેક્ષ. એમાંનાં કેટલાંક ગ્રાહ્યરૂપ, કેટલાંક જાણુવારૂપ, કેટલાંક ત્યાગવારૂપ છે. સઘળાં એ તો જાણુવારૂપ તે છે જ.
૫. જાણવાનાં સાધનઃ સામાન્ય વિચારમાં એ સાધને કે જાણ્યાં છે, તે પણ વિશેષ કંઈક જાણીએ. ભગવાનની આજ્ઞા અને તેનું શુદ્ધ સ્વરૂપ યથાતથ્ય જાણવું. સ્વયં કઈક જ જાણે છે. નહીં તે નિગ્રંથ જ્ઞાની ગુરુ જણાવી શકે. નીરોગી જ્ઞાતા સર્વોત્તમ છે. એટલા માટે શ્રદ્ધાનું બીજ રેપનાર કે તેને પિષનાર ગુરુ એ સાધનરૂપ છે એ સાધનાદિકને માટે સંસારની નિવૃત્તિ એટલે શમ, દમ, બ્રહ્મચર્યાદિક અન્ય સાધન છે. એ, સાધને પ્રાપ્ત કરવાની વાટ કહીએ તેપણ ચાલે.
૬. એ જ્ઞાનને ઉપગ કે પરિણામના ઉત્તરને આશય ઉપર આવી ગયો છે, પણ કાળભેદે કંઈ કહેવાનું છે અને તે એટલું જ કે દિવસમાં બે ઘડીને વખત પણ નિયમિત રાખીને જિનેશ્વર ભગવાનને કહેલા તત્વબોધની પર્યટન કરે. વીતરાગના એક સૈદ્ધાંતિક શબ્દ પરથી જ્ઞાનાવરણીય બહુ ક્ષપશમ થશે એમ હું વિવેકથી કહું છું.
શિક્ષાપાઠ ૮૧. પંચમકાળ કાળચક્રના વિચારે અવશ્ય કરીને જાણવા ગ્ય છે. જિનેશ્વરે એ કાળચક્રના બે ભેદ કહ્યા છે. ૧. ઉત્સર્પિણ, ૨. અવસર્પિણી. એકેક ભેદના છ છ આરે છે. આધુનિક વર્તન કરી રહેલ આરે પંચમકાળ કહેવાય છે અને તે અવસર્પિણી કાળને પાંચમે આરો છે. અવસર્પિણી એટલે ઊતરત કાળ; એ ઊતરતા કાળના પાંચમા આરામાં કેવું વર્તને આ ભરતક્ષેત્રે થવું જોઈએ તેને માટે સત્પરુષેએ કેટલાક વિચારે જણાવ્યા છે, તે અવશ્ય જાણવા જેવા છે.
એ પંચમકાળનું સ્વરૂપ મુખ્ય આ ભાવમાં કહે છે. નિગ્રંથ પ્રવચન પરથી મનુષ્યની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. ધર્મનાં મૂળતામાં મતમતાંતર વધશે. પાખંડી અને પ્રપંચી માતાનું મંડન થશે. જનસમૂહની રુચિ અધર્મ ભણી વળશે. સત્ય, દયા હળવે હળવે પરાભવ પામશે. મહાદિક દોષની વૃદ્ધિ થતી જશે. દંભી અને પાપિ ગુરુએ પૂજ્યરૂપ થશે. દુષ્ટવૃત્તિનાં મનુષ્ય પોતાના કુંદમાં ફાવી જશે. મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે. શુદ્ધ બ્રહ્મચર્યાદિક શીલયુક્ત પુરુષ મલિન કહેવાશે. આત્મિકજ્ઞાનના ભેદ હણતા જશે. હેતુ વગરની ક્રિયા વધતી જશે. અજ્ઞાનક્રિયા બહુધા સેવાશે. વ્યાકુળ વિષયેનાં સાધને વધતાં જશે. એકાંતિક પક્ષે સત્તાધીશ થશે. શૃંગારથી ધર્મ મનાશે.
ખરા ક્ષત્રિયે વિના ભૂમિ શોકગ્રસ્ત થશે; નિર્માલ્ય રાજવંશીઓ વેશ્યાના વિકાસમાં મેહ પામશે, ધર્મ, કર્મ અને ખરી રાજનીતિ ભૂલી જશે; અન્યાયને જન્મ આપશે; જેમ લૂંટાશે તેમ પ્રજાને લૂંટશે. પિતે પાપિક આચરણે સેવી પ્રજા આગળ તે પળાવતા જશે. રાજબીજને નામે શન્યતા આવતી જશે. નીચ મંત્રીઓની મહત્તા વધતી જશે. એઓ દીન પ્રજાને ચૂસીને ભંડાર ભરવાને રાજાને ઉપદેશ આપશે. શિયળ ભંગ કરવાને ધર્મ રાજાને અંગીકાર કરાવશે. શૌયાંત્રિક સદ્દગુણેને નાશ કરાવશે. મૃગયાદિક પાપમાં અંધ બનાવશે. રાજ્યાધિકારીઓ પોતાના અધિકારથી હજારગુણી અહંપદતા રાખશે. વિપ્રો લાલચુ અને લેભી થઈ જશે; સદ્વિદ્યાને દાટી દેશે; સંસારી સાધનેને ધર્મ કરાવશે. હૈયે માયાવી, કેવળ સ્વાથી અને કઠોર હદયના થતા જશે. સમગ્ર મનુષ્યવર્ગની સદુવૃત્તિઓ ઘટતી જશે. અકૃત અને ભયંકર કૃત્ય કરતાં તેઓની વૃત્તિ અટકશે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org