SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) છાપ્યું છે. ખાસ જરૂર વિના કે હકીકત જણાવવા સિવાય ફૂટનેટ આપી નથી. સળંગ એક સરખા ટાઈપમાં આખું વચનામૃત છપાયું છે. ૯. અનુક્રમાંક સ્વતંત્ર રીતે નવા આપવામાં આવ્યા છે. ૧૦. શ્રી પરમકૃત પ્રભાવક મંડળની બીજી આવૃત્તિના આંક આ આવૃત્તિના આંકની ડાબી બાજુએ [ ] આવા કૌંસમાં આપવામાં આવ્યા છે. જ્યાં એવા આંક નથી તે આખું અપ્રગટ સાહિત્ય જાણવું. ૧૧. શ્રી પરમકૃત પ્રભાવક મંડળની બીજી આવૃત્તિનો ક્રમ સામાન્ય રીતે સાચવી, લખાણે વયવર્ષને અનુક્રમે મૂકયાં છે. જ્યાં મિતિમાં પ્રમાણભૂત ફેર જણાય ત્યાં મિતિ પ્રમાણેના સ્થાને લખાણ મૂક્યું છે. ૧૨. દરેક લખાણના મથાળે પ્રાપ્ત મિતિ આપવામાં આવી છે. ૧૩. વિસ્તૃત અનુક્રમણિકા તથા પરિશિષ્ટો આપી બને તેટલે ગ્રંથને અભ્યાસ સુગમ કરવા પ્રયત્ન કર્યો છે. પરિશિષ્ટમાં આ ગ્રંથમાં આવતાં અન્ય ગ્રંથોમાંનાં ઉદ્ધરણે અને તેનાં મૂળ સ્થાન; પત્ર વિષે વિશેષ માહિતી. પારિભાષિક અને કઠણ શબ્દના અર્થ, ગ્રંથનામ, સ્થળ. વિશેષનામ અને વિષયની સૂચિ પણ આપવામાં આવી છે. આમ આ આવૃત્તિ સંબંધીની વિગત પુસ્તકને સમજવામાં સુગમતા કરશે. અવધાન સમયનાં કાવ્યો, સ્ત્રીનીતિબેધ, અન્ય માસિકમાં છપાયેલ કાવ્યો એમ સોળ વર્ષની ઉંમર પહેલાંનાં કાવ્યો આદિ જુદા “સુબોધસંગ્રહ’ ગ્રંથરૂપે આપવાની ભાવનાથી આ સંગ્રહમાં મૂક્યાં નથી. અવધાન સંબંધી લખાયેલ એક પત્ર (આંક ૧૮) આ ગ્રંથમાં આપે છે. આત્મસિદ્ધિશાસ્ત્રનું અંગ્રેજી, મરાઠી અને સંસ્કૃતમાં ભાષાંતર થયું છે. આ આત્મસાધન આજે આપણને પ્રાપ્ત થાય છે એ સંગ્રહી શ્રી અંબાલાલભાઈએ આજના સાધકવર્ગ પર પરમ ઉપકાર કર્યો છે. શ્રીમદજીના પરિચયમાં આવેલ મુમુક્ષુઓમાં શ્રી અંબાલાલભાઈ, શ્રી જૂઠાભાઈ, શ્રી સૌભાગ્યભાઈ, મુનિશ્રી લઘુરાજસ્વામી જેવા આત્માઓ શ્રીમદજીની આશ્રયભક્તિથી આત્મસાક્ષાત્કાર અનુભવી પરમશ્રેય સાધી ગયા છે. એવા પરમભક્તિવંત આત્માઓના નિમિત્તે ઉદ્ગમ પામેલ આ સાહિત્ય આજે આપણને આત્માર્થ સાધવામાં પરમ નિમિત્તરૂપ બને એ પ્રાર્થના છે. શ્રી પરમશ્રત પ્રભાવક મંડળ તથા એના વ્યવસ્થાપક શ્રી મણિલાલ રેવાશંકર ઝવેરીએ આ ગ્રંથ છપાવવાની આપેલ અનુમતિ માટે આભાર માનવામાં આવે છે. આ સત્સાધનના પ્રકાશનમાં જે જે ભાઈઓએ તન, મન, ધન અને વચનથી ઉલ્લાસપૂર્વક સાથ આપે છે તે સર્વને એ આત્મશ્રેયનું કારણ બને. શ્રી વસંત પ્રિન્ટિંગ પ્રેસના વ્યવસ્થાપક શ્રી જયંતિ દલાલે આ ગ્રંથ છાપવામાં અંગત કાળજી ને રસ લીધે છે જેથી આટલી સુંદર રીતે આ ગ્રંથ-પ્રકાશન થયું છે. આ આત્મશ્રેયસાધક ગ્રંથને વિનય અને વિવેકપૂર્વક ઉપયોગ કરવાની ભલામણ અસ્થાને નહીં ગણાય. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, લિ. સ્ટે. અગાસ; વાયા આણંદ સં. ૨૦૦૭, અસાડ વદ ૧૨, સોમ બ્રહ્મચારી ગોવર્ધનદાસ તા. ૩૦-૭-૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy