________________
વર્ષ ૧૭ મું
૧૦૫ હમણાં નિગ્રંથ થઈ શકે તેમ નથી, એમાં સંસારમોહિની કે એવું કારણ નથી, પરંતુ તે પણ ધર્મસંબંધી કારણ છે. ગૃહસ્થધર્મનાં આચરણ બહુ કનિષ્ટ થઈ ગયાં છે, અને મુનિઓ તે સુધારી શક્તા નથી. ગૃહસ્થ ગૃહસ્થને વિશેષ બોધ કરી શકે; આચરણથી પણ અસર કરી શકે. એટલા માટે થઈને ધર્મસંબંધે ગૃહસ્થ વર્ગને હું ઘણે ભાગે બધી યમનિયમમાં આણું છું. દર સપ્તાહે આપણે ત્યાં પાંચસેં જેટલા સદ્દગૃહસ્થોની સભા ભરાય છે. આઠ દિવસને ન અનુભવ અને બાકીને આગળને ધર્માનુભવ એમને બે ત્રણ મુહર્ત બધું છું. મારી સ્ત્રી ધર્મશાસ્ત્રને કેટલેક બોધ પામેલી હોવાથી તે પણ સ્ત્રીવર્ગને ઉત્તમ યમનિયમને બેધ કરી સાપ્તાહિક સભા ભરે છે. પુત્રો પણ શાને બનતે પરિચય રાખે છે. વિદ્વાનેનું સન્માન, અતિથિનું સન્માન, વિનય અને સામાન્ય સત્યતા, એક જ ભાવ એવા નિયમે બહુધા મારા અનુચરે પણ સેવે છે. એ બધા એથી શાતા ભેગવી શકે છે. લક્ષ્મીની સાથે મારી નીતિ, ધર્મ, સદ્ગુણ, વિનય એણે જનસમુદાયને બહુ સારી અસર કરી છે. રાજાસહિત પણ મારી નીતિવાત અંગીકાર કરે તેવું થયું છે. આ સઘળું આત્મપ્રશંસા માટે હું કહેતે નથી એ આપે સ્મૃતિમાં રાખવું, માત્ર આપના પૂછેલા ખુલાસા દાખલ આ સઘળું સંક્ષેપમાં કહેતે જઉં છું.
શિક્ષાપાઠ ૬૫. સુખ વિષે વિચાર–ભાગ ૫ આ સઘળા ઉપરથી હું સુખી છું એમ આપને લાગી શકશે અને સામાન્ય વિચારે મને બહુ સુખી માને તે માની શકાય તેમ છે. ધર્મ, શીલ અને નીતિથી તેમજ શાસ્ત્રાવધાનથી મને જે આનંદ ઊપજે છે તે અવર્ણનીય છે. પણ તત્વદ્રષ્ટિથી હું સુખી ન મનાઉં. જ્યાં સુધી સર્વ પ્રકારે બાહ્ય અને અત્યંતર પરિગ્રહ મેં ત્યાખ્યા નથી ત્યાં સુધી રાગદોષને ભાવે છે. જોકે તે બહુ અંશે નથી, પણ છે; તે ત્યાં ઉપાધિ પણ છે. સર્વસંગપરિત્યાગ કરવાની મારી સંપૂર્ણ આકાંક્ષા છે; પણ જ્યાં સુધી તેમ થયું નથી ત્યાં સુધી હજુ કોઈ ગણાતાં પ્રિયજનને વિયેગ, વ્યવહારમાં હાનિ, કુટુંબનું દુઃખ એ થોડે અંશે પણ ઉપાધિ આપી શકે. પિતાના દેહ પર મત સિવાય પણ નાના પ્રકારના રોગને સંભવ છે. માટે કેવળ નિગ્રંથ, બાહ્યાજ્યેતર પરિગ્રહને ત્યાગ, અલ્પારંભને ત્યાગ એ સઘળું નથી થયું ત્યાં સુધી હું મને કેવળ સુખી માનતો નથી. હવે આપને તત્ત્વની દૃષ્ટિએ વિચારતાં માલૂમ પડશે કે લક્ષમી, સ્ત્રી, પુત્ર કે કુટુંબ એ વડે સુખ નથી; અને એને સુખ ગણું તે જ્યારે મારી સ્થિતિ પતિત થઈ હતી ત્યારે એ સુખ ક્યાં ગયું હતું ? જેને વિયેગ છે, જે ક્ષણભંગુર છે અને જ્યાં એકત્વ કે અવ્યાબાધપણું નથી તે સુખ સંપૂર્ણ નથી. એટલા માટે થઈને હું મને સુખી કહી શકતું નથી. હું બહુ વિચારી વિચારી વ્યાપાર વહીવટ કરતું હતું. તો પણ મારે આરંભે પાધિ, અનીતિ અને લેશ પણ કપટ સેવવું પડ્યું નથી, એમ તે નથી જ. અનેક પ્રકારનાં આરંભ અને કપટ મારે સેવવાં પડ્યાં હતાં. આ૫ જે ધારતા હે કે દેવેપાસનથી લક્ષ્મી પ્રાપ્ત કરવી, તે તે જે પુણ્ય ન હોય તે કેઈ કાળે મળનાર નથી. પુણ્યથી લક્ષ્મી પામી મહારંભ, કપટ અને માનપ્રમુખ વધારવા તે મહાપાપનાં કારણ છે; પાપ નરકમાં નાખે છે. પાપથી આત્મા, પામેલે મહાન મનુષ્યદેહ એળે ગુમાવી દે છે. એક તે જાણે પુણ્યને ખાઈ જવાં; બાકી વળી પાપનું બંધન કરવું; લક્ષમીની અને તે વડે આખા સંસારની ઉપાધિ ભેગવવી તે હું ધારું છું કે વિવેકી આત્માને માન્ય ન હોય. મેં જે કારણથી લક્ષમી ઉપાર્જન કરી હતી, તે કારણ મેં આગળ આપને જણાવ્યું હતું. જેમ આપની ઈચ્છા હોય તેમ કરે. આપ વિદ્વાન છે, હું વિદ્વાનને ચાહું છું. આપની અભિલાષા હેય તે ધર્મધ્યાનમાં પ્રસક્ત થઈ સહકુટુંબ અહીં ભલે રહે. આપની ઉપજીવિકાની સરળ યેાજના જેમ કહે તેમ હું રુચિપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org