SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) પરમ માહામ્યવંત સદ્દગુરુ શ્રીમદ્ રાજચંદ્ર દેવનાં વચનમાં તલ્લીનતા શ્રદ્ધા જેને પ્રાપ્ત થઈ છે કે થશે તેનું મહદ્ ભાગ્ય છે. તે ભવ્ય જીવ અલ્પ કાળમાં મેક્ષ પામવા ગ્ય છે એવી અંતરની પ્રતીતિ-ખાતરી થવાથી મને સગુરુકૃપાથી મળેલાં વચનેમાંથી આ સંગ્રહ “શ્રી સદ્ગુરુ–પ્રસાદ’ નામથી પ્રસિદ્ધ થયેલ છે. તેમાંના પત્રો તથા કાવ્યો સરલ ભાષામાં હોવા છતાં ગહન વિષયની સમૃદ્ધિથી ભરપૂર છે. માટે અવશ્ય મનન કરવા ગ્ય છે, ભાવવા યોગ્ય છે, અનુભવવા ગ્ય છે. લઘુ કદ હોવા છતાં શ્રી સદ્ગુરુના ગૌરવથી ગરવા ગ્રન્થ સમાન આ “સશુરૂ–પ્રસાદ’ સર્વ આત્માર્થી જીવને મધુરતા ચખાડશે, તત્વપ્રીતિ રસ પાશે, અને મેક્ષરૂચિ પ્રદીપ્ત કરશે. મને તે તેઓશ્રીના હસ્તાક્ષરો અને મુદ્રા સહિત આ ગ્રંથ જે વૃદ્ધને લાકડીની ગરજ સારે તે આધાર ઉલ્લાસ પરિણામથી પ્રાપ્ત થયા છે.” - શ્રીમદજીની વિદ્યમાનતામાં એઓશ્રીના પરમભક્ત ખંભાતના ભાઈ શ્રી અંબાલાલ લાલચંદે શ્રીમદજીની અનુમતિથી મુમુક્ષુઓ પ્રત્યે લખાયેલા પત્ર તથા અન્ય લખાણને સંગ્રહ કરેલ. તેમાંથી પરમાર્થ સંબંધીનાં લખાણેનું એક પુસ્તક શ્રી અંબાલાલભાઈએ તૈયાર કર્યું. તે પુસ્તક શ્રીમદજી પોતે તપાસી ગયા અને પિતાના હાથે કેટલાક સુધારા વધારા કર્યા છે. આ સુધારેલ મૂળ પુસ્તક, શ્રીમદજીના હસ્તાક્ષરના મૂળ પગે, કેટલાક મુમુક્ષુઓએ મૂળપત્ર પાછા | તે પત્રોની આપેલ નકલે, તથા બીજાં લખાણોની હસ્તાક્ષરની પ્રતો આદિ જે જે સાહિત્ય શ્રી અંબાલાલભાઈએ સંગ્રહ કર્યું તે બધું સાહિત્ય શ્રી પરમકૃત પ્રભાવક મંડળને સોંપવામાં આવ્યું છે. - આ શ્રી પરમકૃત પ્રભાવક મંડળ શ્રીમદજીએ પિતાની વિદ્યમાનતામાં સંવત ૧૯૫૬ માં શ્રી વીતરાગકૃતના પ્રકાશન અને પ્રચાર માટે સ્થાપેલ છે, જે મંડળ આજે પણ શ્રી વીતરાગકૃતના પ્રકાશનનું સુંદર કાર્ય કરી રહેલ છે. આ શ્રી પરમકૃત પ્રભાવક મંડળે આ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતની પ્રથમ આવૃત્તિ સંવત ૧૬૧ માં પ્રગટ કરી. અને બીજી આવૃત્તિ સંવત ૧૯૮રમાં પ્રગટ કરી, જેમાં કેટલુંક અપ્રગટ સાહિત્ય ઉમેરવામાં આવ્યું. શ્રીમદજીનાં લખાણે ગુજરાતી ભાષામાં હોવા છતાં મહત્તાદર્શક નાગરી લિપિમાં એ બન્ને આવૃત્તિમાં છપાયાં છે. શ્રી પરમકૃત પ્રભાવક મંડળે આ આખું વચનામત હિંદી ભાષામાં ભાષાંતર કરાવી સં. ૧૯૯૪ માં પ્રગટ કર્યો છે, જેમાં શ્રીમદજીના જીવન અને વિચાર સંબંધી વિસ્તૃત નોંધ ભાષાંતરકાર પં. શ્રી જગદીશચંદ્ર શાસ્ત્રીએ આપી છે. આ આવૃત્તિ સંબંધી : શ્રીમદજીના અનન્ય ઉપાસક, પરમભક્તિવંત શ્રી લઘુરાજસ્વામીજીની નિશ્રામાં સ્થપાયેલ આ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના વ્યવસ્થાપકેની ઘણા સમયથી એમના આરાધ્યદેવ શ્રીમદજીનાં લખાણો પ્રગટ કરવાની ભાવના હતી. શ્રી પરમકૃત પ્રભાવક મંડળ પાસેથી આ માટેની અનુમતિ મળતાં આ કાર્ય માટે સંશોધન કરી આખી નવી પ્રેસકોપી નીચેનાં સાધનના આધારે તૈયાર કરવામાં આવી છે. ૧. શ્રીમદજીના હસ્તાક્ષરના મૂળ પત્રો, અન્ય લખાણો તથા હાથધની ડાયરીઓ તેમ હસ્તાક્ષરના મૂળપત્ર આદિના આ આશ્રમે તૈયાર કરાવેલ ફોટાઓ ૨. શ્રી અંબાલાલભાઈએ તૈયાર કરેલ પુસ્તક જેમાં શ્રીમદજીએ પોતે સુધારે વધારે કર્યો છે. ૩. શ્રી દામજીભાઈ કેશવજીએ મૂળપત્રો તથા બીજા સાહિત્યના કરાવેલ ઉતારાઓ. ૪. શ્રીમદજીની સૂચનાથી શ્રી અંબાલાલભાઈએ શ્રી લઘુરાજસ્વામી આદિ મુનિઓને ઉતારી આપેલ ડાયરીઓ. ૫. મુમુક્ષુઓ પાસેથી મળેલ મૂળપત્રોની નકલો. ૬. ઉપદેશછાયા, ઉપદેશનેંધ, વ્યાખ્યાનસાર આદિના ઉતારાની ડાયરીએ. ૭. અત્યાર સુધીમાં છપાયેલ આવૃત્તિઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy