SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર ૭. વિથાણ–ચાર પ્રકારની વિકથા માંડી બેસે તે “વિકથાદોષ. ૮. હાસ્યદોષ– સામાયિકમાં કોઈની હાંસી, મશ્કરી કરે તે “હાસ્યદોષ'. ૯. અશુદ્ધદોષ–સામાયિકમાં સૂત્રપાઠ ન્યૂનાધિક અને અશુદ્ધ બોલે તે “અશુદ્ધદષ”. ૧૦. મુણમુણદોષ–ગડબડગોટાથી સામાયિકમાં સૂત્રપાઠ બેલે, જે પોતે પણ પૂરું માંડ સમજી શકે તે “મુણમુણદોષ'. એ વચનના દશ દોષ કહ્યા; હવે કાયાના બાર દોષ કહું છું. ૧. અયોગ્યઆસનદોષ–સામાયિકમાં પગ પર પગ ચઢાવી બેસે એ ગુર્નાદિકનું અવિનયરૂપ આસન, માટે એ પહેલે “અગ્યઆસનદોષ”. ૨. ચલાસનદોષ–ડગડગતે આસને બેસી સામાયિક કરે, અથવા વારંવાર જ્યાંથી ઊઠવું પડે તેવે આસને બેસે તે “ચલાસનદોષ'. ૩. ચલદ્રષ્ટિદેષ-કાર્યોત્સર્ગમાં આંખો ચંચળ રાખે એ “ચલદ્રષ્ટિદેષ”. ૪. સાવઘક્રિયાષ–સામાયિકમાં કંઈ પાપક્રિયા કે તેની સંજ્ઞા કરે તે “સાવરક્રિયાદોષ”. પ. આલંબનદોષ–ભીંતાદિકે એઠીંગણ દઈ બેસે એથી ત્યાં બેઠેલા જંતુ આદિકને નાશ થાય અને પિતાને પ્રમાદ થાય, તે “આલંબનદોષ”. ૬. આકુંચનપ્રસારણદોષ- હાથ પગ સંકેચે, લાંબા કરે એ આદિ તે “આકુંચનપ્રસારણદેષ'. ૭. આલસદોષ- અંગ મરડે, ટચાકા વગાડે એ આદિ તે “આલસદોષ”. ૮. મોટનદેષ-આંગળી વગેરે વાંકી કરે, ટચાકા વગાડે તે “મેટનદોષ'. ૯. મલદોષ– ઘરડાઘરડ કરી સામાયિકમાં ચળ કરી મેલ ખંખેરે તે “મલદોષ” ૧૦. વિમાસણુદેષ–ગળામાં હાથ નાખી બેસે છે. તે વિમાસણદોષ. ૧૧. નિદ્રાષ– સામાયિકમાં ઊંઘ આવવી તે “નિદ્રાષ”. ૧૨. વસ્ત્રસંકોચનદોષ- સામાયિકમાં ટાઢ પ્રમુખની ભીતિથી વસ્ત્રથી શરીર સંકોચે તે ‘વશ્વસંકોચનદોષ”. એ બત્રીશ દૂષણરહિત સામાયિક કરવી; પાંચ અતિચાર ટાળવા. શિક્ષાપાઠ ૩૯ સામાયિકવિચાર–ભાગ ૩ એકાગ્રતા અને સાવધાની વિને એ બત્રીશ દોષમાંના અમુક દોષ પણ આવી જાય છે. વિજ્ઞાનવેત્તાઓએ સામાયિકનું જઘન્ય પ્રમાણુ બે ઘડીનું બાંધ્યું છે. એ વ્રત સાવધાનીપૂર્વક કરવાથી પરમ શાંતિ આપે છે. કેટલાકને એ બે ઘડીને કાળ જ્યારે જ નથી ત્યારે તેઓ બહ કંટાળે છે. સામાયિકમાં નવરાશ લઈ બેસવાથી કાળ જાય પણ કયાંથી? આધુનિક કાળમાં સાવધાનીથી સામાયિક કરનારા બહુ જ થોડા છે. પ્રતિક્રમણ સામાયિકની સાથે કરવાનું હોય છે ત્યારે તે વખત જ સુગમ પડે છે. જોકે એવા પામર પ્રતિક્રમણ લક્ષપૂર્વક કરી શકતા નથી. તોપણ કેવળ નવરાશ કરતાં એમાં જરૂર કંઈક ફેર પડે છે. સામાયિક પણ પૂરું જેઓને આવડતું નથી તેઓ બિચારા સામાયિકમાં પછી બહુ મૂંઝાય છે. કેટલાક ભારે કમીઓ એ અવસરમાં વ્યવહારના પ્રપંચે પણ ઘડી રાખે છે. આથી સામાયિક બહુ દોષિત થાય છે. વિધિપૂર્વક સામાયિક ન થાય એ બહુ ખેદકારક અને કર્મની બાહુલ્યતા છે. સાઠ ઘડીના અહોરાત્ર વ્યર્થ ચાલ્યા જાય છે. અસંખ્યાતા દિવસથી ભરેલાં અનંતાં કાળચક વ્યતીત કરતાં પણ જે સાર્થક ન થયું તે બે ઘડીની વિશુદ્ધ સામાયિક સાર્થક કરે છે. લક્ષપૂર્વક સામાયિક થવા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy