SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૩ મું પ્રૌઢ અને વિવેકપૂર્વક વિચાર કરી શાસ્ત્ર જેટલું જ્ઞાન હદયગત કર્યું હોય તેવા મળવા દુર્લભ છે. તત્વને પહોંચી જવું એ કંઈ નાની વાત નથી. કૂદીને દરિયો ઓળંગી જેવો છે. અર્થ એટલે લકમી, અર્થ એટલે તત્વ અને અર્થ એટલે શબ્દનું બીજું નામ. આવા અર્થ શબ્દના ઘણા અર્થ થાય છે. પણ “અર્થ” એટલે “તત્વ' એ વિષય પર અહીં આગળ કહેવાનું છે. જેઓ નિગ્રંથપ્રવચનમાં આવેલા પવિત્ર વચને મુખપાઠ કરે છે, તે તેના ઉત્સાહબળે સલ્ફળ ઉપાર્જન કરે છે, પરંતુ જે તેને મર્મ પામ્યા હોય તે એથી એ સુખ, આનંદ, વિવેક અને પરિણામે મહદ્દભૂત ફળ પામે છે. અભણ પુરુષ સુંદર અક્ષર અને તાણેલા મિથ્યા લીટા એ બેના ભેદને જેટલું જાણે છે, તેટલું જ મુખપાઠી અન્ય ગ્રંથ-વિચાર અને નિગ્રંથ-પ્રવચનને ભેદરૂપ માને છે; કારણ તેણે અર્થપૂર્વક નિગ્રંથ વચનામૃતે ધાર્યા નથી, તેમ તે પર યથાર્થ તત્ત્વવિચાર કર્યો નથી. યદિ તત્વવિચાર કરવામાં સમર્થ બુદ્ધિપ્રભાવ જોઈએ છે, તે પણ કંઈ વિચાર કરી શકે, પથ્થર પીગળે નહીં તે પણ પાણીથી પલળે; તેમ જ જે વચનામૃતે મુખપાઠ કર્યા હોય તે અર્થ સહિત હોય તે બહુ ઉપયોગી થઈ પડે નહીં તે પિપટવાળું રામનામ. પિપટને કઈ પરિચયે રામનામ કહેતાં શીખવાડે; પરંતુ પિપટની બલા જાણે કે રામ તે દાડમ કે દ્રાક્ષ. સામાન્યાર્થ સમજ્યા વગર એવું થાય છે. કચ્છી નું દ્રષ્ટાંત એક કહેવાય છે તે કંઈક હાસ્યયુક્ત છે ખરું; પરંતુ એમાંથી ઉત્તમ શિક્ષા મળી શકે તેમ છે એટલે અહીં કહી જઉં છું. કચ્છના કોઈ ગામમાં શ્રાવક ધર્મ પાળતા રાયશી, દેવશી અને ખેતશી એમ ત્રણ નામધારી ઓશવાળ રહેતા હતા. નિયમિત રીતે તેઓ સંધ્યાકાળે, અને પઢિયે પ્રતિક્રમણ કરતા હતા. પરોઢિયે રાયશી અને સંધ્યાકાળે દેવશી કરાવતા હતા. રાત્રિ સંબંધી પ્રતિક્રમણ રાયશી કરાવતો અને સંબંધ રાયશી પડિકમણું ઠાર્યામિ', એમ તેને બોલાવવું પડતું તેમજ દેવશીને “દેવસી પડિકામણું ઠાર્યામિ', એમ સંબંધ હોવાથી બોલાવવું પડતું. ગાનુગે ઘણાના આગ્રહથી એક દિવસ સંધ્યાકાળે ખેતશીને બોલાવવા બેસાર્યો. ખેતશીએ જ્યાં “દેવસી પડિકકમણું ઠાર્યામિ', એમ આવ્યું, ત્યાં “ખેતશી પડિકામણું ઠાર્યામિ', એ વાકયો લગાવી દીધાં! એ સાંભળી બધા હાસ્યગ્રસ્ત થયા અને પૂછ્યું, આમ કાં? ખેતશી બે : વળી આમ તે કેમ ! ત્યાં ઉત્તર મળે કે, “ખેતશી પડિક્કમણું ઠાર્યામિ એમ તમે કેમ બેલે છે? ખેતશીએ કહ્યું : હું ગરીબ છું એટલે મારું નામ આવ્યું ત્યાં પાધરી તકરાર લઈ બેઠા, પણ રાયશી અને દેવશી માટે તે કઈ દિવસ કઈ બોલતા પણ નથી. એ બને કેમ “રાયશી પડિકમણું ઠાર્યામિ અને “દેવસી પડિક્કમણું ઠાર્યમિ” એમ કહે છે તે પછી હું ખેતશી પડિકકમણું ઠાર્યામિ' એમ કાં ન કહું? એની ભદ્રિકતાએ તે બધાને વિનેદ ઉપજાવ્યો; પછી અર્થની કારણ સહિત સમજણ પાડી; એટલે ખેતશી પિતાના મુખપાઠી પ્રતિક્રમણથી શરમાય. આ તે એક સામાન્ય વાર્તા છે; પરંતુ અર્થની ખૂબી ન્યારી છે. તત્વજ્ઞ તે પર બહુ વિચાર કરી શકે. બાકી તે ગેળ ગળે જ લાગે, તેમ નિગ્રંથવચનામૃતે પણ સલ્ફળ જ આપે. અહો! પણ મર્મ પામવાની વાતની તે બલિહારી જ છે ! શિક્ષાપાઠ ૨૭. યત્ના જેમ વિવેક એ ધર્મનું મૂળતત્વ છે, તેમ યના એ ધર્મનું ઉપતત્ત્વ છે. વિવેકથી ધર્મતત્વ ગ્રહણ કરાય છે અને યત્નાથી તે તત્ત્વ શુદ્ધ રાખી શકાય છે, તે પ્રમાણે વર્તન કરી શકાય છે. પાંચ સમિતિરૂપ યત્ના તે બહુ શ્રેષ્ઠ છે, પરંતુ ગૃહસ્થાશ્રમીથી તે સર્વ ભાવે પાળી શકાતી નથી, છતાં જેટલા ભાવાશે પાળી શકાય તેટલા ભાવશે પણ અસાવધાનીથી પાળી શક્તા નથી. જિનેશ્વર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy