________________
પ્રથમાવૃત્તિનું નિવેદન
"C
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યા દુ:ખ અનંત;
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. ' આત્મસિદ્ધિ-ગાથા ૧
Jain Education International
અહા સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્તમાગમ ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર,
દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂણૅ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત;
છેલ્લે અયાગી સ્વભાવ પ્રગટ કરી, અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તો !
આંક ૮૭૫
.અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ તેનું સત્પુરુષ જ કારણ છે........'' આંક ૨૧૩
આત્માના અસ્તિત્વને કોઈ પણ પ્રકારે સ્વીકારનાર દર્શનેાના સર્વ મહાત્માએ આ વાતમાં સમ્મત છે કે આ જીવ નિજસ્વરૂપના અજ્ઞાતપણાથી, ભ્રાંતિથી અનાદિકાળથી આ સંસારમાં રખડે છે અને અનેક પ્રકારનાં અનંત દુઃ ખેા અનુભવે છે. તે જીવને કોઈ પણ પ્રકારે નિજસ્વરૂપનું ભાન કરાવી શુદ્ધસ્વરૂપમાં સ્થિતિ કરાવનાર હાય તે તે માત્ર એક સત્પુરુષ અને તેમની બાધવાણી છે.
શ્રીમદ્ રાજચંદ્ર જે પુણ્યનામ મહાપુરુષના આત્માપકારની પુનિત સ્મૃતિ શ્રીમાન લઘુરાજસ્વામીને આ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના નામસંસ્કરણમાં હેતુભૂત બની, તે સમીપવર્તી પરમ માહાત્મ્યવંત વિભૂતિ શ્રીમદ્ રાજચંદ્રનાં પ્રાપ્ત એવાં સર્વે પારમાર્થિક લખાણેાના આ સંગ્રહ-ગ્રંથ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ તરફથી પ્રગટ કરવાની ઘણા સમયથી પેાધેલી શુભ ભાવના આજે મૂર્તિમંત થવાથી અંતર આનંદથી પ્રફુલ્લિત બને છે. સૌ સાધક આદિને આ અક્ષરદેહ આત્મશ્રેયસાધનાનું એક સાચું સાધન બની રહેા એ અંતરની અભિલાષા છે.
જે મહાપુરુષનાં વચનાના આ ગ્રંથસંગ્રહ છે તે શ્રીમદ્ રાજચંદ્ર જેવા પરમ ઉત્કૃષ્ટ કોટિના શુદ્ધાત્મા વિષે લખતાં પાતાની યોગ્યતા ન લાગવાથી ક્ષેાભ થયા વિના રહેતા નથી. આ ગ્રંથમાં આવતા પત્રામાં એમના અંતરના અનુભવેા, આત્મદશા, કર્મ ઉદયની વિચિત્રતા છતાં અંતર આત્મવૃત્તિની સ્થિરતા અને અનેક ખીજા ગહન વિષયે વિષે સહજ, સરલ ભાવવાહી ભાષામાં એમણે પોતે જ પાતાનું મંથન અને નવનીત પ્રકાશ્યું છે. વિપરીત કર્મસંયેાગામાંથી નિજ શુદ્ધ સ્વરૂપસ્થિતિ પ્રત્યે ગમન કરતાં, અંતરમાં પ્રજ્વલિત આત્મજ્યંતના પ્રકાશને મંદ થવા ન દેતાં, એ આત્મપ્રકાશના પ્રકાશથી બાહ્યજીવનને ઉજ્જવલ કરતું અદ્ભુત જીવનદર્શન દૃષ્ટિગોચર થાય છે. એમનાં લખાણા નીડરપણું, નિર્દેભપણે પોતાને થયેલ પરમસત્યનું દર્શન નિરૂપણ કરે છે.
નાની વયમાં જ જાતિસ્મરણજ્ઞાનની પ્રાપ્તિ, આશ્ચર્યકારી એવી તીવ્ર સ્મરણશક્તિ, શતાવધાનના એકાગ્રતા અને સ્મરણશક્તિના વિરલ પ્રયાગા, સાક્ષાત્ સરસ્વતીનું બિરુદ પામતી સહજ કાવ્યસ્ફુરણા આદિ પૂર્વજન્મના ઉત્કટ આત્મસંસ્કારોનું દર્શન કરાવે છે.
કૃષ્ણાદિ અવતારોમાં ભક્તિ અને પ્રીતિ, પછી જૈનસૂત્રેાની પ્રિયતા, અને મુક્તિમાર્ગમાં એક સાધનરૂપ મૂર્તિની ઉપયેાગિતા એ જેમ એમને સત્યપણે ભાસ્યાં તેમ સરલપણે માન્યાં, પ્રરૂપ્યાં.
For Private & Personal Use Only
www.jainelibrary.org