SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૩ મું ૩૩ भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाभयं, माने दैन्यभयं बले रिपुभयं रूपे तरुण्या भयं, शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतांताभयं, सर्वं वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाभयं. ભાવાર્થ :- ભેગમાં રગને ભય છે કુળને પડવાનો ભય છે; લક્ષ્મીમાં રાજાનો ભય છે; માનમાં દીનતાને ભય છે; બળમાં શત્રુને ભય છે; રૂપથી સ્ત્રીને ભય છે; શાસ્ત્રમાં વાદને ભય છે; ગુણમાં ખળને ભય છે; અને કાયા પર કાળને ભય છે; એમ સર્વ વસ્તુ ભયવાળી છે, માત્ર એક વૈરાગ્ય જ અભય છે !!! મહાયોગી ભતૃહરિનું આ કથન સૃષ્ટિમાન્ય એટલે સઘળા ઉજજ્વળ આત્માઓ સદૈવ માન્ય રાખે તેવું છે. એમાં આખા તત્વજ્ઞાનનું દોહન કરવા એમણે સકળ તત્ત્વવેત્તાઓનાં સિદ્ધાંતરહસ્યરૂપ અને સ્વાનુભવી – સંસારશેકનું તાદ્રશ ચિત્ર આપ્યું છે. એણે જે જે વસ્તુઓ પર ભયની છાયા પ્રદ્રશ્ય કરી તે તે વસ્તુ સંસારમાં મુખ્ય સુખરૂપે મનાઈ છે. સંસારનું સર્વોત્તમ સાહિત્ય જે બેગ તે તે રોગનું ધામ ઠર્યું, મનુષ્ય ઊંચ કુળથી સુખ માને તેવું છે ત્યાં પડતીને ભય દેખાડ્યો સંસારચક્રમાં વ્યવહારને ઠાઠ ચલાવવાને દંડરૂપ લક્ષ્મી તે રાજા ઇત્યાદિકના ભયથી ભરેલી છે. કઈ પણ કૃત્ય કરી યશકીર્તિથી માન પામવું કે માનવું એવી સંસારના પામર જીની અભિલાષા છે તે ત્યાં મહા દીનતા ને કંગાલિયતનો ભય છે. બળ-પરાક્રમથી પણ એવા જ પ્રકારની ઉત્કૃષ્ટતા પામવ રહ્યું છે તે ત્યાં શત્રુને ભય રહ્યો છે; રૂપ-કાંતિ એ ભેગીને મહિનરૂપ છે તે ત્યાં તેને ધારણ કરનારી સ્ત્રીઓ નિરંતર ભયવાળી જ છે; અનેક પ્રકારે ગૂંથી કાઢેલી શાસ્ત્રજાળ તેમાં વિવાદને ભય રહ્યો છે, કઈ પણ સાંસારિક સુખને ગુણ પ્રાપ્ત કરવાથી જે આનંદ લેખાય છે, તે બળ મનુષ્યની નિંદાને લીધે ભયાન્વિત છે, જેમાં અનંત પ્રિયતા રહી છે એવી કાયા તે એક સમયે કાળરૂપ સિંહના મુખમાં પડવાના ભયથી ભરી છે. આમ સંસારનાં મનહર પણ ચપળ સાહિત્ય ભયથી ભર્યા છે. વિવેકથી વિચારતાં જ્યાં ભય છે ત્યાં કેવળ શોક જ છે; જ્યાં શેક હોય ત્યાં સુખને અભાવ છે; અને જ્યાં સુખને અભાવ રહ્યો છે, ત્યાં તિરસ્કાર કરે યચિત છે. યેગીંદ્ર ભર્તુહરિ એક જ એમ કહી ગયા છે તેમ નથી. કાળાનુસાર સૃષ્ટિના નિર્માણસમયથી ભર્તૃહરિથી ઉત્તમ, ભતૃહરિ સમાન અને ભતૃહરિથી કનિષ્ઠ એવા અસંખ્ય તત્ત્વજ્ઞાનીઓ થઈ ગયા છે. એ કઈ કાળ કે આર્ય દેશ નથી કે જેમાં કેવળ તત્ત્વજ્ઞાનીઓનું ઊપજવું થયું નથી. એ તત્વવેત્તાઓએ સંસારસુખની હરેક સામગ્રીને શેકરૂપ ગણાવી છે; એ એમના અગાધ વિવેકનું પરિણામ છે. વ્યાસ, વાલ્મીકિ, શંકર, ગૌતમ, પતંજલિ, કપિલ અને યુવરાજ શુદ્ધોદને પિતાના પ્રવચનમાં માર્મિક રીતે અને સામાન્ય રીતે જે ઉપદેડ્યું છે, તેનું રહસ્ય નીચેના શબ્દોમાં કંઈક આવી જાય છે. અહો લેકો ! સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર છે. એને પાર પામવા પુરુષાર્થને ઉપયોગ કરે ! ઉપયોગ કરે ! !” એમ ઉપદેશવામાં એમને હેતુ પ્રત્યેક પ્રાણીઓને શેકથી મુક્ત કરવાનું હતું. એ સઘળા જ્ઞાનીઓ કરતાં પરમ માન્ય રાખવા યોગ્ય સર્વજ્ઞ મહાવીરનાં વચન સર્વ સ્થળે એ જ છે કે, સંસાર એકાંત અને અનંત શેકરૂપ તેમ જ દુ:ખપ્રદ છે. અહો ! ભવ્ય લેકે ! એમાં મધુરી મહિની ન આણતાં એથી નિવૃત્ત થાઓ ! નિવૃત્ત થાઓ ! ! મહાવીરને એક સમય માત્ર પણ સંસારનો ઉપદેશ નથી. એનાં સઘળાં પ્રવચનોમાં એણે એ જ પ્રદર્શિત કર્યું છે, તેમ તેવું સ્વાચરણથી સિદ્ધ પણ કરી આપ્યું છે. કંચનવર્ણ કાયા, યશોદા જેવી રાણી, અઢળક સામ્રાજ્યલક્ષ્મી અને મહા પ્રતાપી સ્વજન પરિવારને સમૂહ છતાં તેની માહિનીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy