SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રી સિદ્ધાચલમંડન શ્રી ઋષભદેવસ્વામિને નમ: ૫ | શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: શ્રી મહાવીરસ્વામિને નમ: શ્રી પુંડરીકસ્વામિને નમ: . || શ્રી ગૌતમસ્વામિને નમ: શ્રી સદ્ગુરુદેવાય નમ: || સંઘમાતા શતવર્ષાધિકા, પૂ. સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મહારાજ (બા મહારાજ)નો સમાધિપૂર્ણ સ્વર્ગવાસ શ્રધ્ધાંજલિ લે. મુનિ જંબૂવિજય અત્યંત આનંદ તથા અત્યંત દુ:ખ સાથે જણાવવાનું કે મારા પરમ ઉપકારી તીર્થસ્વરૂપ પરમ પૂજ્ય સંસારી આદર્શ માતા શતવર્ષાધિકાયુ સાધ્વીજીશ્રી મનહરશ્રીજી મહારાજ પોષ સુદિ ૧૦ બુધવારે (તા. ૧૧-૧-૯૫) રાત્રે ૮-૫૪ કલાકે સકલશ્રી સંઘના મુખેથી નવકાર મહામંત્રનું શ્રવણ કરતાં કરતાં આ નશ્વરદેહનો ત્યાગ કરીને પરમ પવિત્ર તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તીર્થાધિપતિ આદીશ્વરદાદાની સન્મુખ મુખ રાખીને આદીશ્વરદાદાના ચરણમાં સમાધિ પામ્યા છે. અંત સમયે આવા તીર્થની પ્રાપ્તિ થવી એ અત્યંત પુણ્ય હોય તો જ બની શકે તેથી એ વાતનો અમને અત્યંત આનંદ થાય છે. વળી મારા પરમ પરમ ઉપકારી અને તેથીજ મારા માટે પરમાત્મસ્વરૂપ મારા સંસારી પિતાશ્રી તથા સરૂદેવ પૂજ્યપાદ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજ આજથી લગભગ ૩૬ વર્ષ પૂર્વે સં. ૨૦૧૫ના મહા સુદિ આઠમે શ્રી શંખેશ્વરજી તીર્થમાં સ્વર્ગમાં સીધાવ્યા, લગભગ ૩૬ વર્ષ પછી મારાં માતુશ્રી શ્રી સિધ્ધક્ષેત્ર શત્રુંજય તીર્થમાં સ્વર્ગમાં સીધાવ્યાં એમ બંને મહાતીર્થમાં મારા માતા-પિતા સ્વર્ગે પધાર્યા એ મારા માટે મોટો આનંદનો વિષય છે. બીજી બાજુ, મારા અનંત અનંત ઉપકારી અને માટે જ મારા માટે પરમાત્મસ્વરૂપ મારાં માતુશ્રી ચાલ્યા જવાથી મારી માનસિક વેદનાનો પાર નથી. ગયા વર્ષે મારા માતુશ્રીની જન્મભૂમિ ઝીંઝુવાડામાં અમે હતા ત્યારે માગશરવદિ બીજે મારાં માતુશ્રીએ 10માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો, તે સમયે તેમની શત્રુંજય તીર્થપતિ શ્રી આદીશ્વરદાદાજીની યાત્રા કરવાની ભાવના હતી અને અમારી પણ તેમને છેલ્લી છેલ્લી યાત્રા કરાવવાની તીવ્ર ઝંખના હતી. એટલે હું, મુનિશ્રી ધર્મચંદ્રવિજયજી, મુનિશ્રી પુંડરીકરત્નવિજયજી તથા મુનિશ્રી ધર્મઘોષવિજયજી એમ અમે ચાર સાધુઓ તથા મારાં પૂ. માતુશ્રી તથા તેમના શિષ્યા-પ્રશિષ્યા સાધ્વીજીશ્રી સૂર્યપ્રભાશ્રીજી તથા જિનેન્દ્રપ્રભાશ્રીજી આદિ આઠ સાધ્વીજીઓ શ્રી શંખેશ્વરજી તીર્થથી સં. ૨૦૫૦ના મહા સુદિ દશમે વિહાર કરી ફાગણ સુદિ સાતમે અહીં આવ્યા હતા. અહીં આવ્યા પછી તેમને થોડા થોડા સમયના અંતરે ત્રણ યાત્રાઓ કરાવી હતી, યાત્રા કરી તેઓનો આત્મા અત્યંત ધન્ય બન્યો હતો અને અમે પણ ધન્ય બન્યા હતા. શ્રી શંખેશ્વરજી તીર્થથી અમે નીકળ્યા ત્યારથી આજ સુધીમાં (મૂલ પાલનપુરના વતની, હાલ મુંબઇ નિવાસી) ઝવેરી કીર્તિલાલ માગીલાલ મહેતા (જંબલવાળા) ના પરિવારે ઘણો જ ઘણો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001342
Book TitleHemchandrashabdanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1995
Total Pages449
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Grammar
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy