________________
કર્યું અને અલ્પસમયમાં જ તેમણે શાસ્ત્રોનું ઉંડું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. આગમસાહિત્ય પ્રભુની મંગળવાણીરૂપ હોવાને લીધે તેના ઉપર તેમને ઘણો જ અનુરાગ હતો. જીવન દરમ્યાન ૪૫ આગમોમાંથી મોટા ભાગના આગમોનું ટીકા સાથે તેમણે વાંચન-મનન કર્યું હતું. કેટલાંક આગમોનું તેમણે અનેકવાર વાંચન-મનન કર્યું હતું.
દૃઢ મનોબળ, અપ્રમત્તતા, નિ:સ્પૃહતા, નિરભિમાનિતા, ઉચ્ચ સંકલ્પ, અખૂટ સત્ત્વ, જીવદયા માટેની પ્રબળ લાગણી, નિર્ભયતા, શૂરવીરતા, અત્યંત નિર્મળ ચારિત્ર, સતત જ્ઞાન ઉપાસના તથા ઉત્કટ પ્રભુભક્તિ આ એમના જીવની ખાસ વિશિષ્ટતાઓ હતી. જિનેશ્વરદેવોના પરમકલ્યાણકર સંદેશનો જગતમાં ખૂબજ પ્રચાર અને પ્રસાર થાય એ માટે એમના હૃદયમાં ઘણી જ પ્રબળ ધગશ હતી.
વિ. સ. ૧૯૯૩ માં તેમના સંસારી પુત્રે પણ રતલામ (મધ્યપ્રદેશ)માં પંદર વર્ષની વયે પૂ. શ્રી ભુવનવિજયજી મહારાજ પાસે પરમ ભાગવતી દીક્ષા વૈશાખ શુદિ ૧૩ના દિવસે સ્વીકારી અને મુનિરાજ શ્રી જંબૂવિજયજી તરીકે પ્રસિદ્ધિ પામ્યા. વિ. સં. ૧૯૯૫ માં સંસારી પત્ની મણિબહેને પણ તેઓશ્રીના જ સુહસ્તે દીક્ષા સ્વીકારી અને તેમનું નામ સાધ્વીશ્રી મનોહરશ્રીજી રાખવામાં આવ્યું.
મુનિરાજશ્રી જંબૂવિજયજી તીવ્ર બુદ્ધિવાળા હોવાથી તેમને ઘડવા માટે પૂજ્ય મહારાજશ્રીએ પૂરતો પ્રયાસ કર્યો. કમાઉ પુત્રને કયો પિતા સ્નેહથી ન નવરાવે ? તેમજ તેજસ્વી શિષ્યથી કયા ગુરુ હોદ્રેક ન પામે ? તેમાંય મુનિશ્રી જંબૂવિજયજી તો સંસારીપણાના પુત્ર, લોહીનો સંબંધ. કૂવાના મધુર જળને જુદી જુદી નૌક દ્વારા કુશળ ખેડૂત પોતાના ક્ષેત્રને હરિયાળું બનાવે તેમ મુનિરાજશ્રી જંબૂવિજયજીને જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રિવેણીના મંગળધામ સમાન બનાવ્યા. કુશળ શિલ્પી મનોહર મૂર્તિ બનાવવા માટે વર્ષોનો પરિશ્રમ સેવે અને પોતાની સર્વ શક્તિનો વ્યય કરે, તેમ ભવિષ્યના મહાન ચિંતક અને દર્શનકાર તેમજ નૈયાયિક મુનિરાજથી જંબૂવિજયજીના ઘડતર માટે સ્વર્ગસ્થ ગુરુદેવે અહર્નિશ પ્રેમભાવે અવિરત પ્રયત્ન કર્યો હતો. અને આજે મુનિરાજશ્રી જંબૂવિજયજીનું નામ વિદ્વાન-ગણમાં મોખરે છે. તેઓ તિબેટી, ઈંગ્લીશ વિગેરે અનેક દેશી વિદેશી ભાષા જાણે છે અને નયચક્ર જેવા દુર્ઘટ ગ્રંથનું સંપાદન કરી રહ્યા છે.
નયચક્ર જેવા સ્યાદ્વાદન્યાયરૂપી ઉચ્ચકોટિના ગ્રંથનું સંપાદનકાર્ય કેટલી જહેમત અને સર્વદિશાની વિદ્વત્તા માગી લે છે તે, તે વિષયના જ્ઞાતા જ સંપૂર્ણરીતે સમજી શકે. નયચક્ર ના સાંગોપાંગ સંપાદન માટે તેઓશ્રીએ તિબેટની ભાષાનો અભ્યાસ કર્યો અને ઓગણીસ વર્ષના સતત પરિશ્રમ પછી નયચક્ર નો પ્રથમ વિભાગ જે અત્યારે પ્રકાશિત થઈ રહ્યો છે, તેનો યશ આત્માનંદ સભાને જ સાંપડયો છે જે ખરેખર સભાને માટે અત્યંત ગૌરવનો વિષય છે.
મુનિરાજશ્રી ભુવનવિજયજીને સર્વ પ્રકારે સમર્થ જાણી પૂ. ગુરુદેવે તેમને અલગ વિચરવા આજ્ઞા આપી. જેને પરિણામે તેઓએ મારવાડ, માળવા, મહારાષ્ટ્ર, ખાનદેશ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org