________________
તેમાં અનેક ગ્રંથરત્નો પણ તેમને પ્રાપ્ત થયાં છે. કેટલાક સર્વથા અપ્રકાશિત છે, જ્યારે કેટલાક ગ્રંથો પ્રકાશિત છે પણ તેમાં લેખક આદિના દોષોથી પેસી ગયેલી અશુદ્ધિઓને દૂર કરવા માટે અત્યંત ઉપયોગી છે. જ્યારે એ ગ્રંથો પ્રકાશિત થશે ત્યારે જ જનતાને એની સાચી મહત્તાની કલ્પના આવશે. પ્રસ્તુત સર્વસિદ્ધાંતપ્રવેશક ગ્રંથ પણ આ પૈકીનો જ એક છે. જેસલમેરની A તથા B પ્રતિ ઉપરથી પાઠાંતરો નોંધીને સર્વસિદ્ધાંતપ્રવેશક ગ્રંથની સ્વહસ્તે કરેલી જે નકલ મુનિરાજ શ્રીપુણ્યવિજયજી મહારાજે મારા ઉપર મોકલી આપેલી તેને આધારે જ આ સંપાદન કરવામાં આવ્યું છે. મને યોગ્ય લાગ્યો તે પાઠ મૂળમાં રાખીને બીજા પાઠને નીચે ટિપ્પણમાં પાઠાંતર રૂપે દર્શાવેલો છે. તે તે દર્શનના મૂળભૂત ગ્રંથો સાથે તુલના પણ યથાયોગ્ય કરવાનો પ્રયત્ન કર્યો છે. આ ગ્રંથના કર્તા જૈન જ છે, પણ તેમનું નામ જોવામાં આવતું નથી. બંને પ્રતિ તાડપત્ર ઉપર લખેલી છે. B પ્રતિ વિક્રમસંવત્ ૧૨૦૧માં લખેલી છે. તે પ્રતિ તેનાથી પણ પ્રાચીન છે. જયાં મૂળ હસ્તલિખિત પાઠ અશુદ્ધ જેવો લાગ્યો છે, ત્યાં મને શુદ્ધ લાગતો પાઠ ( ) આવા વર્તુલ કૌંસમાં આપ્યો છે. સ્પષ્ટીકરણાદિ માટે મેં ઉમેરેલો પાઠ [ ] આવા ચતુષ્કોણ કસમાં આપ્યો છે.
આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે આ ગ્રંથનું સંપાદન કરવાની સામગ્રી અને તક આપી તે બદલ હું તેમનો અત્યંત આભારી છું.
આ ગ્રંથના અભ્યાસીઓને ભિન્ન ભિન્ન દર્શનોના મુખ્ય સિદ્ધાંતોના જ્ઞાન સાથે પૂર્ણ સમભાવ તરફ લઈ જનારી અનેકાન્તદષ્ટિ પણ પ્રાપ્ત થાઓ એ જ શુભેચ્છા.
–નિવેદક– પૂજ્યપાદાચાર્ય મહારાજ શ્રીમદ્વિજયસિદ્ધિસૂરીશ્વરપટ્ટાલંકારપૂજ્યપાદાચાર્ય મહારાજ શ્રીમદ્વિજય મેઘસૂરીશ્વરશિષ્યપૂજ્યપાદ ગુરુદેવ મુનિરાજ શ્રીભુવનવિજયાન્તવાસી
મુનિ જંબૂવિજય સં. ૨૦૨૦, પ્રથમ ચૈત્ર સુદિ અષ્ટમી, શ્રી શંખેશ્વરતીર્થ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org