SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ આત્માનો સાક્ષાત્કાર કહો યા મોક્ષ કહો, એ રાગ-દ્વેષ-મોહરહિત સમદષ્ટિ—પૂર્ણ અહિંસકદષ્ટિ સિવાય થઈ શકતો જ નથી. મુમુક્ષુને માટે સમદષ્ટિ-મધ્યસ્થભાવ બિલકુલ અનિવાર્ય જ છે. સમભાવી મનુષ્ય સત્યરૂપી સૂર્યના પ્રકાશને આત્મમંદિરમાં આવવા દેવા માટે મનનાં દ્વાર હંમેશા ખુલ્લાં રાખે છે. વસ્તુ જે જે સ્વરૂપે દેખાય તે બધાં રૂપે વસ્તુને સ્વીકારે છે. એક જ સ્વરૂપના એકાંતનો કદાપિ તે આગ્રહ ધરતો નથી. સમષ્ટિથી અવલોકન કરતાં જ્ઞાની પુરુષોને જણાયું કે ઢાલને બે બાજુ હોય છે તેમ એક જ વસ્તુને અનેક બાજુ હોવા છતાં પોતે માનેલી બાજુ સાચી અને બીજાએ માનેલી બાજુ ખોટી આ જાતના એકાંત આગ્રહથી લોકો નિરર્થક ઝગડી રહ્યા છે, અને દર્શનશાસ્ત્રો, જે આત્મસાક્ષાત્કારનું સાધન છે તે આત્મસાક્ષાત્કારનું સાધન મટીને પરસ્પર ઘોર ઝગડાનું—દ્વેષ અને વૈર વધારવાનું સાધન બની રહ્યાં છે. બીજાના દૃષ્ટિબિંદુમાં પણ રહેલા સત્યાંશનો સ્વીકાર કરવા જેટલી મનુષ્યમાં વિવેકબુદ્ધિ આવી જાય તો ઝગડાને સ્થાન જ ન રહે. આથી તેમણે જગતને ઉપદેશ આપ્યો કે—‘બીજાના દૃષ્ટિબિંદુને સમજતાં શીખો, એક વસ્તુની ઘટમાન અનેક બાજુઓને તપાસો, જેટલી જે રીતે ઘટી શકતી હોય તેટલી તે રીતે સ્વીકારો, એકાંતનો આગ્રહ ન રાખો, અનેકાંતી બનો.' અન્ત શબ્દનો અર્થ ‘ધર્મ’ થાય છે. જો વસ્તુમાં અનેક અન્તઅનેક ધર્મો છે, તો એક જ અંતનો-એક જ ધર્મનો આગ્રહ રાખવો એ મિથ્યા છે. કોઈ કહે કે એક જ વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ અનેક ધર્મોનો સમાવેશ શી રીતે થઈ શકે ? તો એના ઉત્તરમાં બૌદ્ધાચાર્ય ધર્મકીર્તિનું વચન ઘણું સુંદર છે કે—— " यदीदं स्वयमर्थानां रोचते तत्र के वयम् ॥" [ प्रमाणवार्तिक ૨૨૧૦] ૧. " अनेके बहवोऽन्ता अंशा धर्मा वा आत्मनः स्वरूपाणि यस्य तदनेकान्तात्मकम् । fò તત્ ? વસ્તુ''—ચાયાવતારવૃત્તિ રૃ. ૬૪ । ૨. આ કારિકાનું પૂર્વાર્ધ નીચે મુજબ છે———‘‘ િસ્વાત્ મા વિતસ્યાં ન યાત્ તસ્યાં મતાપિ ।'' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001341
Book TitleSarvsiddhantpraveshika
Original Sutra AuthorChirantanmuni
AuthorJambuvijay
PublisherSiddhi Bhuvan Manohar Jain Trust Ahmedabad
Publication Year2004
Total Pages46
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy