________________
(જરા બે મિનિટ પરમપૂજ્ય વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા એટલે સાક્ષાત્ સાહિત્યનો પંજ...
પોતાના જીવનકાળ દરમ્યાન તેમણે જે સબરસ ભરપૂર સાહિત્ય રસથાળ જગત સમક્ષ મુકયો છે તેનો આસ્વાદ આજે પણ સૌ કોઈ અતૃપ્તમને કરી રહયા છે.
આ કયો વિષય સાહેબજી માટે વણખેડયો હતો? તે એક સવાલ છે! તેઓ એકલ પંડે માસ્ટર ઓફ ઓલ હતા.
કઠણમાં કઠણ પ્રકરણ ગ્રંથોને સરળમાં સરળ રીતે જીજ્ઞાસુ સમજી શકે તે રીતે તેઓશ્રી સાહિત્ય સર્જન - સંકલન કરતા. ' ''પ્રકરણ દોહન” ગ્રંથ આનો નમુનો છે. તે
નાની પોકેટ બુકમાં કેટલો ખજાનો? કેટલી વ્યવસ્થિત તેની ગોઠવણી ? તે જોતા પૂજ્યપાશ્રીની વિદ્વતા સાથે અદ્દભૂત કલાકૌશલ પ્રત્યક્ષ બને છે. - ગ્રંથ જીર્ણ અને અપ્રાપ્ય હોઈ મુનિ શ્રી કલ્યાણબોધિ વિજયજી એ તેનું પુનઃ સંપાદન કર્યું. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા તેનુ પુનઃ પ્રકાશન થયુ તે ખૂબ ખૂબ આનંદનો વિષય છે.
ભવિષ્યમાં પણ પૂજ્યપાદશ્રીની કૃતિઓ આ રીતે ચિંરજીવી બનતી રહે તેવા પ્રયાસો વિદ્વાન મુનિવરો દ્વારા થતા રહે.
એજ અભ્યર્થના
કુમારપાળ વી. શાહ... Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org