________________
લઘુ સંગ્રહણી જગત એટલે જડ અને ચેતન જડમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય. કાળ, પુદ્ગલ અને આકાશ ગણાય. આકાશ બે પ્રકારે -જે આકાશના ભાગમાં ચેતન (જીવો) તથા પુદ્ગલ વગેરે રહે છે તે લોક (આકાશ), અને જે એકલો આકાશનો ભાગ તે અલોક (આકાશ). આ લોક ઊંધા પાડેલા મોટા કોડીયા (શરાવ) પર બીજું શરાવસંપુટ મૂકતાં જે આકાર થાય તે આકારે છે.
આમાં ૧ થી ૨ સુધીનો મોટા નળા જેવો લોકની અદરનો ભાગ તે ત્રસનાડી કહેવાય,
એમાંજ ત્રસજીવો હોય. નં. ૩ વાળું સ્થાન તે મધ્ય કે તિચ્છલોક કહેવાય છે, અને એની ઉપર-નીચેનો ભાગ તે ઊર્ધ્વ-અધો લોક કહેવાય છે. છેક નીચેથી છેક ઉપર સુધીની ઉંચાઈ ૧૪ રાજલોક પ્રમાણ છે. મધ્યલોકમાં પહોળાઈ એક રાક્લોક (અસંખ્યાત યોજન) પ્રમાણ છે. એમાં તદ્દન મધ્યમાં જંબૂદ્વીપ થાળી આકારે ગોળ છે. એને ફરતો એનાથી બમણી પહોળાઈવાળો લવણ સમુદ્ર છે. આને વીંટળાઇને વળી પાછો દીપ-ધાતકીખંડ, એને વીંટળાઈને સમુદ્ર (કાલોદધિ), એને વીંટળાઈને દ્વીપ (પુષ્કરવર દ્વિીપ), પાછો સમુદ્ર, પાછો દ્વીપ... છેલ્લે સ્વયંભૂરમણસમુદ્ર-એમ અસં
૧પ૦ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org