________________
ધ્રાણેન્દ્રિય પડધમ જેવી, ચક્ષુ, ચંદ્રના આકારે, અને શ્રોત્ર કદંબ પુષ્પન આકારે છે. ઉપકરણ એટલે તે તે વિષયને જાણવામાં ઉપકારક શક્તિ; તે પણ આહારના પુદ્ગલમાંથી શરીર બન્યા પછી બનેલી છે, અને નિવૃત્તિમાં રહે છે. જ્ઞાનદર્શનાવરણના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલ આત્મિક જ્ઞાનશક્તિ એ લબ્ધિ ભાવેન્દ્રિય અને એ શક્તિની જાગૃતિ, અર્થાત્ જ્ઞાનના ઉદયની સન્મુખ એવું ચૈતન્ય-સ્કુરણ એ ઉપયોગ. ભાવેન્દ્રિય નિવૃત્તિ હયાત છતાં રોગાદિથી ઉપકરણો હણાયાથી રસ વગેરેનું જ્ઞાન નથી થતું; સૂક્ષ્મ ઉપકરણ એ નિવૃત્તિના આધારે છે અને નિવૃત્તિ સાથે એકમેક છે તેથી નિવૃત્તિ પણ ઈદ્રિય.
પ્રતિ -નું વર્ણન નવતત્ત્વમાં છે.
સંજ્ઞા-(મતિજ્ઞાનાદિ એ જ્ઞાનસંજ્ઞા) કર્મના ઉદય કે ક્ષયોપશમથી થાય તે અનુભવ સંજ્ઞા=અભિલાષ; તે ચાર. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ ક્રમે અશાતા-ભય-વેદ-લોભ કર્મના ઉદયે જન્મે. એ ચારમાં મતિઓ અને દર્શન આવરણના ક્ષયોપશમે થતી ઓઘ અને લોક સંજ્ઞા ભળતાં છ થાય. પૂર્વ સંસ્કારે, મોધમ કે સામાન્ય જ્ઞાન ઓધ સંજ્ઞા જન્મ. જેમકે જન્મતાંજ બાળક સ્તનપાન કરે છે, વેલડી સપાટ ભૂમિ ત્યજી વૃક્ષ કે ભીંત ઉપર ચડે છે. એ છમાં ચાર કષાય ભળતાં ૧૦ થાય અને મોહ (મમતા) ધર્મ, સુખ, (રતિ), દુઃખ, જુગુપ્સા, શોક, એ છ ભળતાં ૧૬ સંજ્ઞા થાય.
Jain Education International
For Priva3
Personal Use Only
www.jainelibrary.org