________________
શુભકર્મનો શુભરસ બેઠાણિયાથી માંડી ચૌટાણિયા સુધી હોય. દાતcગળો કે શેરડીના રસનો સહજ જઘન્ય (મંદ) સ્વાદ એ એક ઠાણિયો. એ અગ્નિપર ઊકળવાથી બળી જઈ અડધો રહ્ય, સ્વાદમાં પૂર્ણ કરતાં તીવ્રતા થઇ, તે બેઠાણિયો રસ. વળી ઊકળવાથી મૂળનો ત્રીજો ભાગ રહ્યું, અધિક તીવ્ર તે કિઠાણિયો રસ અને માત્ર ચોથો ભાગ રહ્ય, અત્યંત તીવ્ર થયો તે ચઉઠાણિયો રસ. આ રીતે અધ્યવસાયના અનુસારે કર્મના રસમાં મંદતા-ઉગ્રતા નક્કી થાય.
પ્રદેશબંધ-કર્મપ્રકૃતિઓમાં પુદ્ગલસ્કંધોનું પ્રમાણ નક્કી થયું.
પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગની તીવ્ર મંદતાને અનુસારે થાય; અને સ્થિતિ-રસનો બંધ કષાયના અનુસાર થાય ત્યાં સંક્લેશ(તીવ્ર કષાય અર્થાત અશુભ અધ્યવસાય)થી શુભ કે અશુભ કર્મની સ્થિતિ દીર્ઘ બંધાય, પરંતુ શુભ કર્મનો રસ મંદ અને અશુભ કર્મનો રસ રસ તીવ્ર બંધાય; જ્યારે વિશુદ્ધિ (કષાયની મંદતા-શુભ અધ્યવસાય)થી સ્થિતિ શુભ કે અશુભ કર્મની ઓછી બંધાય, પરંતુ રસ શુભ કર્મનો તીવ્ર અને અશુભનો મંદ બંધાય.
૮ કર્મ પ્રકૃતિનાં સ્ટાન્તઃ-આંખે પાટાની જેમ જ્ઞાનાવરણ વસ્તુને જાણવા નથી દેતું. દર્શનાવરણ રાજાના પોળિયાની જેમ દર્શન અટકાવે છે. વેદનીય મધપેલી ખડ્યધારાને ચાટવાની જેમ શાતા-અશાતા આપે છે. મોહનીય મદિરાની જેમ જીવને ઉન્મત્ત પરવશ બનાવે છે. આયુષ્ય
Jain Education International
For Privaz Oersonal Use Only
www.jainelibrary.org