________________
અક્રિય.
નિત્ય-સદા એક અવસ્થામાં રહેનાર-ધર્માઆદિ ૪, બાકી જીવ પુદ્ગલ અનિત્ય. એજ જીવ મનુષ્ય મટી દેવ થાય છે, એજ મેરુ આદિ શાશ્વત પદાર્થમાં પણ પુદ્ગલો બદલાય છે. કાળમાં એવું પરાવર્તન નથી માટે નિત્ય.
કારણ=જે બીજા વિજાતીય દ્રવ્યને ઉપકારક છે તે. એવાં ધર્મા વગેરે પાંચ. એક માત્ર જીવ દ્રવ્ય અકારણ, (કોઈને ઉપકારક નહિ), વિજાતીય “કહેવાથી', જીવ જીવને ઉપદેશાદિદ્વારા ઉપકારક છે, એની ગણત્રી ન કરી. ધર્માદિને જીવ ઉપકારક નથી.
કર્તા-માત્ર ઉપભોગ કરનાર પણ ઉપભોગ્ય નહિ. (સ્વામી) તે માત્ર જીવ, બાકી ૫ દ્રવ્ય અકર્તા. પુદ્ગલ એ ગતિ અવગાહ વગેરેનો ઉપભોકતા છે, પરંતુ પોતે જીવથી ઉપભોગ્ય છે માટે એને અકર્તા કહ્યો.
સર્વગત-સર્વવ્યાપી માત્ર આકાશ છે, બાકી પાંચ અસર્વગતદેશવ્યાપી, એમાં સંસારી જીવ દેહવ્યાપી છે
અપ્રવેશી વિજાતીય દ્રવ્યરૂપે કદી ન થનાર. સર્વ દ્રવ્યો અપ્રવેશી. કદાપિ જીવ જીવ મટીને પુદગલ ન થાય, તેવી રીતે બીજા દ્રવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org