________________
૫૦
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ બન્ધસ્વામિત્વવિચય
બન્ધસ્વામિત્વવિચયનો અર્થ છે બન્ધના સ્વામિત્વનો વિચાર. આ ખંડમાં એ વિચાર કરવામાં આવ્યો છે કે કયો કર્મબન્ધ કયા ગુણસ્થાન અને માર્ગણાસ્થાનમાં સંભવે છે.
બન્ધસ્વામિત્વવિચયનો વિચાર બે પ્રકારે થાય છે : સામાન્યની અપેક્ષાએ અને વિશેષની અપેક્ષાએ. સામાન્યની અપેક્ષાએ મિથ્યાદષ્ટિથી સૂક્ષ્મસામ્પરાયિકશુદ્ધિસંયત ઉપશમક અને ક્ષપક સુધી પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય, યશ-કીર્તિ, ઉચ્ચગોત્ર અને પાંચ અંતરાય પ્રકૃતિઓના બંધકો છે. મિથ્યાદૃષ્ટિ અને સાસાદનસમ્યગ્દષ્ટિ નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા, મ્યાનગૃદ્ધિ, અનન્તાનુબન્ધી ક્રોધ-માન-માયા-લોભ, સ્ત્રીવેદ, તિર્યંચાયુ, તિર્યંચગતિ, ચાર સંસ્થાન, ચાર સંહનન, તિર્યંચગતિપ્રાયોગ્યાનુપૂર્વી, ઉદ્યોત, પ્રશસ્તવિહાયોગતિ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય અને નીચગોત્ર પ્રકૃતિઓના બંધકો છે. મિથ્યાષ્ટિથી અપૂર્વકરણપ્રવિખશુદ્ધિસંયત ઉપશામક અને ક્ષેપક સુધી નિદ્રા અને પ્રચલા પ્રકૃતિઓના બંધકો છે. મિથ્યાષ્ટિથી સયોગિકેવલી સુધી સાતાવેદનીયના બંધકો છે. આમ અસતાવેદનીય વગેરેના બંધકોના વિષયમાં યથાવત્ સમજવું જોઈએ.'
આ સંદર્ભમાં તીર્થકર નામ-ગોત્ર કર્મ બાંધવા માટેનાં સોળ કારણો ગણાવવામાં આવ્યાં છે, તે નીચે મુજબ છે : ૧. દર્શનાવશુદ્ધતા, ૨. વિનયસમ્પન્નતા, ૩. શીલવ્રતોમાં નિરતિચારતા, ૪. ખડાવશ્યકોમાં અપરિહીનતા, પ. ક્ષણલવપ્રતિબોધનતા, ૬. લબ્ધિસંવેગસમ્પન્નતા, ૭. યથાશક્તિ તપ, ૮. સાધુસંબંધી પ્રાસુક પરિત્યાગતા, ૯. સાધુઓની સમાધિસંધારણા, ૧૦. સાધુઓની વૈયાવૃત્યયોગયુક્તતા, ૧૧. અહંદુભક્તિ, ૧૨. બહુશ્રુતભક્તિ, ૧૩. પ્રવચનભક્તિ, ૧૪. પ્રવચનવત્સલતા, ૧૫. પ્રવચનપ્રભાવનતા, ૧૬. પુનઃ પુનઃ જ્ઞાનોપયોગતા.૨
વિશેષની અપેક્ષાએ નારકીઓમાં મિથ્યાદષ્ટિથી અસંતસમ્યગ્દષ્ટિ સુધી પાંચ જ્ઞાનાવરણ, છ દર્શનાવરણ, સાતા, અસાતા, બાર કષાય, પુરુષવેદ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકતૈજસ-કાશ્મણ શરીર, સમચતુરગ્નસંસ્થાન, ઔદારિકશરીરાંગોપાંગ, વજર્ષભસંહનન, વર્ણ, ગન્ધ, રસ, સ્પર્શ, મનુષ્યગતિપ્રાયોગ્યાનુપૂર્વી, અગુરુલઘુ, ઉપઘાત, પરઘાત, ઉચ્છવાસ, પ્રશસ્તવિહાયોગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક શરીર, સ્થિર, ૧. સૂત્ર ૧-૩૮ (પુસ્તક ૮) ૨. સૂત્ર ૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org