________________
કર્મપ્રાભૃત
૩૯ ઉપશમશ્રેણીના ચાર ગુણસ્થાનોમાંથી પ્રત્યેકમાં દ્રવ્યપ્રમાણની દૃષ્ટિએ કેટલા જીવો છે ? પ્રવેશની અપેક્ષાએ એક, બે કે ત્રણ તથા ઉત્કૃષ્ટપણે ચોપન છે. કાળની અપેક્ષાએ સંખ્યય છે.'
ક્ષપકશ્રેણીના ચાર ગુણસ્થાનોમાંથી પ્રત્યેકમાં તથા અયોગિકેવલી ગુણસ્થાનમાં દ્રવ્યપ્રમાણની દૃષ્ટિએ કેટલા જીવો છે ? પ્રવેશની અપેક્ષાએ એક, બે કે ત્રણ તથા ઉત્કૃષ્ટપણે એક સો આઠ છે. કાળની અપેક્ષાએ સંખેય છે.
સયોગિકેવલી ગુણસ્થાનમાં પ્રવેશની અપેક્ષાએ એક, બે કે ત્રણ તથા ઉત્કૃષ્ટપણે એક સો આઠ જીવો છે. કાળની અપેક્ષાએ આ સંખ્યા લક્ષપૃથક્વની
દ્રવ્યપ્રમાણાનુગમ વિશેનું આ કથન ઓઘ અર્થાત્ સામાન્ય અપેક્ષાએ છે. આદેશ અર્થાતુ વિશેષ અપેક્ષાએ એ વિશેની કથન નીચે મુજબ છે :
ગતિની અપેક્ષાએ નરકગતિના નારકી જીવોમાં મિથ્યાષ્ટિ જીવો અસંખ્યય હોય છે. તેઓ અસંખ્યયાસંખ્યય અવસર્પિણીઓ અને ઉત્સર્પિણીઓ દ્વારા અપહૃત થાય છે. સાસાદનસમ્યગ્દષ્ટિથી અસંતસમ્યગ્દષ્ટિ સુધીનું કથન સામાન્ય પ્રરૂપણા સમાન સમજવું જોઈએ.
તિર્યંચગતિના તિર્યંચોમાં, મિથ્યાદષ્ટિથી સંયતાસંયત સુધીનું સંપૂર્ણ કથન સામાન્ય પ્રરૂપણા સમાન છે. પંચેન્દ્રિય તિર્યંચ મિથ્યાદષ્ટિ જીવો દ્રવ્યપ્રમાણની અપેક્ષાએ અસંખ્યયાસંખેય અવસર્પિણીઓ અને ઉત્સર્પિણીઓ દ્વારા અપહત થાય છે. સાસાદનસમ્યગ્દષ્ટિથી સંયતાસંયત સુધીનું કથન સામાન્ય તિર્યંચોના સમાન છે. યોનિવાળા પંચેન્દ્રિય તિર્યંચ મિથ્યાષ્ટિ જીવો દ્રવ્યપ્રમાણની અપેક્ષાએ સંખ્યય છે, ઈત્યાદિ.
મનુષ્યગતિગત મનુષ્યોમાં મિથ્યાષ્ટિ અસંખેય છે અને અસંખેયાસંધ્યેય અવસર્પિણીઓ અને ઉત્સર્પિણીઓ દ્વારા અપહૃત થાય છે. તેઓ જગશ્રેણીના અસંખ્યાતમા ભાગપ્રમાણ છે. આ શ્રેણીનો આયામ અસંખેય કોટિ યોજન છે. સાસાદનસમ્યગ્દષ્ટિથી સંયતાસંયત સુધી પ્રત્યેક ગુણસ્થાનમાં સંખેય મનુષ્યો હોય છે. પ્રમત્ત સંયતથી અયોગકેવલી સુધીનું કથન સામાન્ય પ્રરૂપણા સમાન છે. ૧૦ સ્ત્રીઓમાં મિથ્યાદષ્ટિ સ્ત્રીઓ કોટાકોટાકોટિથી ઉપર યથા કોટાકોટાકોટાકોટિની
૧.સૂત્ર ૯-૧૦ ૨. સૂત્ર ૧૧-૧૨ ૫. સૂત્ર ૧૮ ૬. સૂત્ર ૨૪ ૯. સૂત્ર ૩૩-૩૬ ૧૦. સુત્ર ૪૦-૪૪
૩. સૂત્ર ૧૩-૧૪ ૭.સૂત્ર ૨૫-૨૬
૪.સૂત્ર ૧૫-૧૬ ૮. સૂત્ર ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org