________________
૩૨૪
૧. ચેઈયરવાડી
આની રચના જિનપ્રભસૂરિએ અપભ્રંશમાં કરી છે.
૨. ચૈત્યપરિપાટી
આ સોમજયના શિષ્ય સુમતિસુંદરસૂરિની રચના છે. તીર્થમાલાપ્રકરણ
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
અંચલગચ્છના મહેન્દ્રપ્રભસૂરિ અથવા મહેન્દ્રસૂરિએ આ પ્રકરણ પોતાના સ્વર્ગવાસ (વિ.સં.૧૪૪૪)થી પહેલાં લખ્યું છે. તેમાં તેમણે વિવિધ તીર્થોના વિશે માહિતી રજૂ કરી છે; જેમ કે આનન્દપુર, તારંગા (તારણગિર), ખંભનપાડ, ભડોંચ, મથુરા (સુપાર્શ્વનાથનો સ્તૂપ), ભિન્નમાલ, નાણાગ્રામ, શત્રુંજય, સ્તમ્ભનપુર અને સત્યપુર (સાચોર). ૧. તિત્થમાલાથવણ (તીર્થમાલાસ્તવન)
આની રચના ધર્મઘોષસૂરિના શિષ્ય મહેન્દ્રસૂરિએ જૈન મહારાષ્ટ્રીમાં ૧૧૧ પદ્યોમાં કરી છે. તેમાં તેનો ‘પ્રતિમાસ્તુતિ' નામથી ઉલ્લેખ છે. તેમાં જૈન તીર્થોનાં નામ આવે છે. જિનરત્નકોશ (વિ.૧, પૃ. ૧૬૦)માં તેના કર્તાનું નામ મુનિચન્દ્રસૂરિ, ટીકાકારનું નામ મહેન્દ્રસિંહસૂરિ અને પદ્યસંખ્યા ૧૧૨ આપી છે, પરંતુ આ ભ્રાન્ત જણાય છે.
૨. તીર્થમાલાસ્તવન
આ નામની એક કૃતિની રચના ધર્મઘોષસૂરિએ પણ કરી છે.
૧. આ કૃતિ ભીમસી માણેકે ‘વિધિપક્ષપ્રતિક્રમણ' નામના ગ્રંથમાં પ્રકાશિત કરી છે. ૨. જુઓ ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ' પૃ. ૩૯૬
૩.
આના સ્થાને ચન્દ્રસૂરિ અને મુનિસુન્દરસૂરિનાં નામ પણ જિનરત્નકોશમાં (વિ.૧, પૃ. ૧૬૧) આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.