________________
૩૦૪
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ છે અને અત્તે ત્રણ પદ્ય છે. આ ઉપરાંત અંતિમ ભાગમાં પ્રતિક્રમણના આઠ પર્યાયોના વિષયમાં એક એક દષ્ટાન્ત પદ્યમાં છે, પત્ર ૨૪ આ અને ૨૫ અમાં આવેલા ઉલ્લેખ અનુસાર આ દષ્ટાન્તો આવશ્યકની લઘુવૃત્તિમાંથી ઉદ્ભત કરવામાં આવ્યાં છે.
મુખ્યપણે ગદ્યાત્મક આ કૃતિમાં પ્રતિક્રમણનાં સૂત્રોના ક્રમના પ્રયોજન ઉપર તથા પ્રતિક્રમણમાં અમુક ક્રિયા પછી અમુક ક્રિયા શા માટે કરવામાં આવે છે તેના ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. વચ્ચે વચ્ચે ઉદ્ધરણો પણ આપવામાં આવ્યાં છે. અહીં પ્રતિક્રમણથી આવશ્યક અભિપ્રેત છે. આ આવશ્યક સામાયિક આદિ છ અધ્યયનાત્મક છે. આ સામાયિક આદિ વડે જ્ઞાનાચાર આદિ પાંચ આચારોમાંથી કોની શુદ્ધિ થાય છે એ બતાવ્યું છે. દેવવંદનના બાર અધિકાર, કાયોત્સર્ગના ૧૯ દોષ, વંદનકના ૩૨ દોષ, દૈવસિક આદિ પાંચ પ્રતિક્રમણોની વિધિ, પ્રતિક્રમણના પ્રતિક્રમણ, પ્રતિચારણા, પ્રતિહરણા, વારણા, નિવૃત્તિ, નિન્દા, ગહ અને શુદ્ધિ એ આઠ પર્યાય અને તેમાંથી પહેલા સાતની સ્પષ્ટતા કરવા માટે અનુક્રમે માર્ગ, પ્રાસાદ, દૂધનું શીકું, વિષભોજન, બે કન્યા, ચિત્રકારની પુત્રી અને પતિઘાતક સ્ત્રી એ સાત દષ્ટાન્ત તથા આઠમા પર્યાયના બોધ માટે વસ્ત્ર અને ઔષધિનાં બે દૃષ્ટાન્ત આપવામાં આવ્યાં છે. અન્ને ગન્ધર્વ નાગદત્ત અને વૈદ્યનાં દષ્ટાન્તો આપ્યાં છે. પર્યુષણાવિચાર
હર્ષસેનગણીના શિષ્ય હર્ષભૂષણગણીની આ કૃતિ છે. તેને પર્યુષણાસ્થિતિ અને વર્તિતભાદ્રપદપર્યુષણાવિચાર પણ કહે છે. તેની રચના વિ.સં.૧૪૮૬માં થઈ છે. તેમાં ૨૫૮ પદ્યો છે. તેમાં પર્યુષણાના વિશે વિચાર કરવામાં આવ્યો
શ્રાદ્ધવિધિવિનિશ્ચય
આ પણ ઉપર્યુક્ત હર્ષભૂષણગણીની કૃતિ છે. તેની રચના વિ.સં.૧૪૮૦માં થઈ છે. દશલાક્ષણિકવ્રતોદ્યાપન
આના કર્તા અભયનન્દીના શિષ્ય સુમતિસાગર છે. તેનો પ્રારંભ “વિમલગુણસમૃદ્ધ' થી કરવામાં આવ્યો છે. તેમાં ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ,
૧. આને “શાન્તિસાગર દિગંબરપ્રસ્થમાલા' (સન્ ૧૯૫૪)ના દિગંબર જૈન વ્રતોદ્યાપનસંગ્રહ’ની
બીજી આવૃત્તિના અંતે આપવામાં આવેલ છે. તેમાં આશાધરકૃત મહાભિષેક, મહીચન્દ્રશિષ્ય જયસાગરકૃત રવિવ્રતોદ્યાપન તથા શ્રીભૂષણકૃત ષોડશકારણવ્રતોઘાપન પણ છપાયાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org