________________
૩૦૨
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ ૧. સમ્યક્વારોપણની વિધિ, ૨. પરિગ્રહના પરિમાણની વિધિ, ૩. સામાયિકના આરોપણની વિધિ, ૪. સામાયિક લેવાની અને પારવાની વિધિ, ૫. ઉપધાનનિક્ષેપણની વિધિ, ૬. ઉપધાનસામાચારી, ૭. ઉપધાનની વિધિ, ૮. માલારોપણની વિધિ, ૯, પૂર્વાચાર્યકૃત ઉવહાણ પીંઢાપંચાશય (ઉપધાનપ્રતિષ્ઠાપંચાશક), ૧૦. પૌષધની વિધિ, ૧૧. દૈવસિક પ્રતિક્રમણની વિધિ, ૧૨. પાક્ષિક પ્રતિક્રમણની વિધિ, ૧૩. રાત્રિક પ્રતિક્રમણની વિધિ, ૧૪. તપ કરવાની વિધિ, ૧૫. નન્દીની રચનાની વિધિ, ૧૬. પ્રવ્રયાની વિધિ, ૧૭. લોંચ કરવાની વિધિ, ૧૮. ઉપયોગની વિધિ, ૧૯, આદ્ય અટનની વિધિ, ૨૦. ઉપસ્થાપનાની વિધિ, ૨૧. અનધ્યાયની વિધિ, ૨૨. સ્વાધ્યાયપ્રસ્થાપનની વિધિ, ૨૩. યોગનિક્ષેપની વિધિ, ૨૪. યોગની વિધિ, ૨૫. કલ્પ-તિષ્ક સામાચારી, ૨૬. યાચનાની વિધિ, ૨૭. વાચનાચાર્યની સ્થાપનાની વિધિ, ૨૮. ઉપાધ્યાયની સ્થાપનાની વિધિ, ૨૯. આચાર્યની સ્થાપનાની વિધિ, ૩૦. પ્રવર્તિની અને મહત્તરાની સ્થાપનાની વિધિ, ૩૧. ગણની અનુજ્ઞાની વિધિ, ૩૨. અનશનની વિધિ, ૩૩. મહાપારિષ્ઠાપનિકાની વિધિ, ૩૪. પ્રાયશ્ચિત્તની વિધિ, ૩૫. જિનબિંબની પ્રતિષ્ઠાની વિધિ, ૩૬. સ્થાપનાચાર્યની પ્રતિષ્ઠાની વિધિ, ૩૭. મુદ્રાવિધિ, ૩૮. ચોસઠ યોગિનીઓના નામોલ્લેખ સાથે એમના ઉપશમપ્રકાર, ૩૯. તીર્થયાત્રાની વિધિ, ૪૦. તિથિની વિધિ અને ૪૧, અંગવિદ્યાસિદ્ધિની વિધિ.
આ કારોમાં નિરૂપિત વિષયોના ત્રણ વિભાગ કરી શકાય. ૧થી ૧૨ તારોમાં આવતા વિષયોનો મુખ્યપણે શ્રાવકના જીવનની સાથે સંબંધ છે, ૧૩થી ૨૯ સુધીનાં દ્વારોમાં આવતા વિષયોનો મુખ્યપણે સાધુજીવનની સાથે સંબંધ છે, જ્યારે ૩૦થી ૪૧ સુધીનાં દ્વારોમાં આવતા વિષયોનો સંબંધ શ્રાવક અને સાધુ બંનેના જીવન સાથે છે.
૧. આમાં ૫૧ પદ્ય જૈન મહારાષ્ટ્રમાં છે. ૨. આમાં અનેક પ્રકારનાં તપોનાં નામ આવે છે. મુકુટસપ્તમી વગેરે તપ અનાદરણીય છે, એમ પણ
કહ્યું છે. ૩. આ વિષયમાં અનુશિષ્ટિના રૂપમાં પૃ. ૬૮થી ૭૧ ઉપર જે ૩થી ૫૫ ગાથાઓ ઉદ્ધત કરવામાં
આવી છે તે મનનીય છે. ૪. આમાં કાલધર્મપ્રાપ્ત સાધુના શરીરના અંતિમ સંસ્કારનું નિરૂપણ છે. ૫. આની રચના વિનયચંદ્રસૂરિના ઉપદેશથી કરવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org