________________
૩૦૦
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ ૧૧, ૧૭, ૨૭ અને ૧૨ છે. તેના પ્રારંભમાં દસ શ્લોક છે અને અંતે પ્રશસ્તિના રૂપમાં આઠ શ્લોક છે. મુખ્યપણે આ ગ્રન્થ ગદ્યમાં છે. આ ગ્રંથ દ્વારા ખરતરગચ્છવિષયક જાણકારી આપણને મળે છે. આ ગ્રન્થની મુદ્રિત આવૃત્તિમાં અધિકાર પ્રમાણે વિષયાનુક્રમ આપવામાં આવ્યો છે. આમ તો અધિકારો વિશે જે માહિતી આપવામાં આવી છે તેમાંથી કેટલીક નીચે મુજબ છે :
કરેમિ ભંતે' પછી ઈર્યાપથિકી, પર્વના દિવસે જ પૌષધનું આચરણ, મહાવીરસ્વામીનાં છ કલ્યાણક, અભયદેવસૂરિના ગર૭ના રૂપે ખરતરનો ઉલ્લેખ, સાધુઓ સાથે સાધ્વીઓના વિહારનો નિષેધ, દ્વિદલવિચાર, તરુણ સ્ત્રીને મૂલ પ્રતિમાપૂજનનો નિષેધ, શ્રાવકોને અગીઆર પ્રતિમાઓ વહન કરવાનો નિષેધ, શ્રાવણ અથવા ભાદરવો અધિક હોય તો પર્યુષણ પર્વ ક્યારે કરવું, સૂરિને જ જિન પ્રતિમાની પ્રતિષ્ઠાનો અધિકાર, તિથિની વૃદ્ધિમાં આદ્ય તિથિનો સ્વીકાર, કાર્તિક બે હોય તો પ્રથમ કાર્તિકમાં ચાતુર્માસાદિક પ્રતિક્રમણ, જિન પ્રતિમાનું પૂજન, યોગોપધાનની વિધિ, ચતુર્થીના દિવસે પર્યુષણ, જિનવલ્લભ, જિનદત્ત અને જિનપતિ આ સૂરિઓની સામાચારી, પદસ્થોની વ્યવસ્થા, લોંચ, અસ્વાધ્યાય, ગુરુના સ્તૂપની પ્રતિષ્ઠાની, શ્રાવકના પ્રતિક્રમણની, પૌષધ લેવાની, દીક્ષા દેવાની અને ઉપધાનની વિધિ, સાધ્વીને કલ્પસૂત્ર વાંચવાનો અધિકાર, વિંશતિસ્થાનક તપની અને શાન્તિની વિધિ. પડિક્કમણસામાચારી (પ્રતિક્રમણસામાચારી) .
આ જિનવલ્લભગણીની જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલાં ૪૦ પદ્યોની કૃતિ છે. તેમાં પ્રતિક્રમણ વિશે વિચારણા કરવામાં આવી છે. આ સામાચારી શતક (પત્ર ૧૩૭ અ-૧૩૮ આ)માં ઉદ્ભત કરવામાં આવી છે. સામાયારી (સામાચારી)
જૈન મહારાષ્ટ્રમાં વિરચિત ૩૦ પઘોની આ કૃતિના કર્તા જિનદત્તસૂરિ છે. આ ઉપર્યુક્ત સામાચારીશતક (પત્ર ૧૩૮આ-૧૩૯)માં ઉદ્ધત કરવામાં આવી છે. આ સામાચારીમાં મૂલ પ્રતિમાની પૂજાનો સ્ત્રીને નિષેધ વગેરે વાતો આવે છે. ૧. પોસહવિહિપયરણ (પૌષધવિધિપ્રકરણ)
આ પણ ઉપર્યુક્ત જિનવલ્લભગણીની કૃતિ છે. તેનો સારાંશ પંદર પદ્યોમાં જિનપ્રભસૂરિએ વિકિમગ્નપ્પવા (વિધિમાર્ગપ્રપા)ના પૃ. ૨૧-૨૨ ઉપર આપ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org