SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ અનગાર અને સાગારનો આચાર ૨૭૯ ૨૦. સર્વદા કદાગ્રહથી મુક્તિ, ૨૧. ગુણ પ્રતિ પક્ષપાત, ૨૨. પ્રતિષિદ્ધ દેશ અને કાળની ક્રિયાનો ત્યાગ, ૨૩. સ્વબલાબલનો પરામર્શ, ૨૪, વ્રતધારી અને જ્ઞાનવૃદ્ધ જનોની પૂજા, ૨૫. પોષ્યજનોનું યથાયોગ્ય પોષણ, ૨૬. દીર્ધદર્શિતા, ૨૭. વિશેષજ્ઞતા અર્થાત સારા-નરસાનો વિવેક, ૨૮. કૃતજ્ઞતા, ૨૯. લોકપ્રિયતા, ૩૦. લજ્જાળુતા, ૩૧. કૃપાળુતા, ૩૨. સૌમ્ય આકાર, ૩૩. પરોપકાર કરવાની તત્પરતા, ૩૪. અત્તરંગ છ શત્રુઓનો પરિહાર કરવા માટેની ઉઘુક્તતા અને ૩૫. જિતેન્દ્રિયતા. ધર્મરત્નકરંડક ૧૫૦૦ શ્લોકપ્રમાણ આ કૃતિ અભયદેવસૂરિના શિષ્ય વર્ધમાનસૂરિએ વિ.સં. ૧૧૭૨માં લખી છે. ટીકા – તેના પર કર્તાએ પોતે જ વિ.સં.૧૧૭૨માં વૃત્તિ લખી છે. તેનું સંશોધન અશોકચન્દ્ર, ધનેશ્વર, નેમિચન્દ્ર અને પાચન્દ્ર એમ ચાર મુનિઓએ કર્યું છે. ચેઈઅવંદણભાસ (ચૈત્યવંદનભાષ્ય) દેવેન્દ્રસૂરિએ જૈન મહારાષ્ટ્રમાં ૬૩ પદ્યોવાળી આ રચના કરી છે. તે તપાગચ્છના સ્થાપક જગચ્ચન્દ્રસૂરિના પટ્ટધર શિષ્ય હતા. તેમણે કમ્મવિવાગ (કર્મવિપાક) વગેરે પાંચ નવ્ય કર્મગ્રન્થ અને તેમની ટીકા, ગુરુવંદણભાસ અને પચ્ચખાણભાસ, દાણાઈકુલય, સુદંસણાચરિય તથા સદ્ગદિશકિઓ અને તેની ટીકા વગેરે ગ્રંથો લખ્યા છે. વ્યાખ્યાનકલામાં તે સિદ્ધહસ્ત હતા. તેમનો સ્વર્ગવાસ વિ.સં.૧૩૨૭માં થયો હતો. ૧. આ કૃતિ હીરાલાલ હંસરાજે બે ભાગોમાં સન્ ૧૯૧૫માં છપાવી છે. ૨. આ કૃતિ અનેક સ્થાનેથી ગુજરાતી અનુવાદ સાથે પ્રકાશિત થઈ છે. “સંઘાચાર વિધિ’ સાથે ઋષભદેવસજી કેશરીમલજી શ્વેતાંબર સંસ્થાએ સન્ ૧૯૩૮માં તેને પ્રકાશિત કરી છે. તેના સંપાદક શ્રી આનન્દસાગરસૂરિએ પ્રારંભમાં મૂલ કૃતિ આપી પછી સંઘાચારવિધિનો સંક્ષિપ્ત અને વિસ્તૃત વિષયાનુક્રમ સંસ્કૃતમાં આપ્યો છે. તે પછી કથાઓની સૂચી, સ્તુતિસ્થાન, સ્તુતિસંગ્રહ, દેશનાસ્થાન, દેશનાસંગ્રહ, સૂક્તિઓના પ્રતીક, સાક્ષીરૂપ ગ્રંથોની નામાવલી, સાક્ષી શ્લોકોનાં પ્રતીકો અને વિસ્તૃત ઉપક્રમ (પ્રસ્તાવના) છે. પ્રસ્તાવનાના અંતે ધર્મઘોષસૂરિકૃતિ સ્તુતિસ્તોત્રોની સૂચી આપવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy