________________
અનગાર અને સાગારનો આચાર
૨૭૧ દંસણસાર (દર્શનસાર)
જૈન શાસેનીમાં વિરચિત ૫૧ પઘોની આ કૃતિ દેવસેને વિ.સં.૯૯૦માં લખી છે. તેમાં તેમણે નવ અજૈન સંપ્રદાય તથા જૈન સંપ્રદાયોમાંથી શ્વેતાંબર સંપ્રદાયનો વિચાર કર્યો છે. તે દ્રાવિડ, યાપનીય, કાષ્ઠા, માથુરા અને ભિલ્લય સંઘોને જૈનાભાસ માને છે. આ દેવસેન વિમલસેનના શિષ્ય અને આરાધનાસારના કર્તા છે. દર્શનારદોહા
આ માઈલ્લ ધવલની રચના છે. ૧. શ્રાવકપ્રજ્ઞપ્તિ
આ નામની સંસ્કૃત કૃતિની રચના ઉમાસ્વાતિએ કરી હતી એવું અનુમાન ધર્મસંગ્રહની સ્વોપજ્ઞ ટીકા, ધર્મબિન્દુની મુનિચન્દ્રસૂરિકૃત ટીકા વગેરેમાં આવેલા ઉલ્લેખો ઉપરથી થાય છે, પરંતુ તે આજ સુધી મળી નથી. ૨. સાવયપષ્ણત્તિ (શ્રાવકપ્રજ્ઞપ્તિ)
જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલી ૪૦૫ કારિકાની આ કૃતિ પ્રશમરતિ વગેરેના કર્તા ઉમાસ્વાતિની છે એવો ઉલ્લેખ કેટલીય હસ્તપ્રતિઓના અંતે આવે છે, પરંતુ આ તો હરિભદ્રસૂરિની કૃતિ છે એવું “પંચાસગ'ની અભયદેવસૂરિકત વૃત્તિ, લાવણ્યસૂરિકૃત દ્રવ્યસપ્તતિ વગેરેમાં આવતા ઉલ્લેખો ઉપરથી જણાય છે.
પ્રસ્તુત કૃતિમાં “સાવગ’ શબ્દની વ્યુત્પત્તિ, સમ્યક્ત, આઠ પ્રકારના કર્મ, નવ તત્ત્વ, શ્રાવકના બાર વ્રતોનું નિરૂપણ છે અને અંતે શ્રાવકની સામાચારી – આમ વિવિધ વિષયો આવે છે. શ્રાવકના પહેલા અને નવમા વ્રતની વિચારણામાં કેટલીક મહત્ત્વની બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
9. 241 $la Annals of Bhandarkar Oriental Research Institute (Vol.XV, pp. 198
206)માં છપાઈ છે. તેનું સંપાદન ડૉ. એ.એન.ઉપાધ્યેએ કર્યું છે. ૨. જુઓ બીજા વ્રતની વ્યાખ્યામાં “અતિથિ' સંબંધી આપવામાં આવેલું અવતરણ. ૩. કે.પી.મોદીએ સંપાદિત કરેલી આ કૃતિ સંસ્કૃત છાયા સાથે જ્ઞાન પ્રસારક મંડલ'મુંબઈએ પ્રકાશિત
કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org