________________
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
૧. સમતા, ૨. સ્રીમમત્વમોચન, ૩. અપત્યમમત્વમોચન, ૪. ધનમમત્વમોચન, ૫. દેહમમત્વમોચન, ૬. વિષયપ્રમાદત્યાગ, ૭. કષાયત્યાગ, ૮. શાસ્ત્રાભ્યાસ, ૯. મનોનિગ્રહ, ૧૦. વૈરાગ્યોપદેશ, ૧૧. ધર્મશુદ્ધિ, ૧૨. ગુરુશુદ્ધિ, ૧૩. યતિશિક્ષા, ૧૪. મિથ્યાત્વાદિનિરોધ, ૧૫. શુભવૃત્તિ, ૧૬.
સામ્યસ્વરૂપ.
૨૬૦
આ બધાં શીર્ષક અધિકારમાં આવતા વિષયોના બોધક છે.
આકૃતિ શાન્તરસથી ભરપૂર છે. તે મુમુક્ષુઓને મમતાનો પરિત્યાગ કરવાનો, કષાયાદિનો નાશ કરવાનો, મનોવિજય કરવાનો, વૈરાગ્યપથના અનુરાગી બનવાનો તથા સમતા અને સામ્યનું સેવન કરવાનો ઉપદેશ આપે છે.
પૌર્વાપર્વ ઉપદેશરત્નાકરના સ્વોપજ્ઞ વિવરણમાં અધ્યાત્મકલ્પદ્રુમમાંથી કેટલાંક પઘો ઉદ્ધૃત કરવામાં આવ્યાં છે. આ દૃષ્ટિએ અધ્યાત્મકલ્પદ્રુમ આ વિવરણની અપેક્ષાએ પ્રાચીન ગણી શકાય. રત્નચન્દ્રગણીના કથન અનુસાર ગુર્વાવલીની રચના અધ્યાત્મકલ્પદ્રુમની પહેલાં થઈ છે.
વિવરણ
પ્રસ્તુત કૃતિ ઉપર ત્રણ વિવરણ છે :
-
૧. ધનવિજયગણીકૃત અધિરોહિણી.
૨. સૂરતમાં વિ.સં.૧૬૨૪માં રત્નસૂરિરચિત અધ્યાત્મકલ્પલતા.
૩. ઉપાધ્યાય વિદ્યાસાગરકૃત ટીકા.
આમાંથી પહેલાં બે વિવરણ પ્રકાશિત જણાય છે.
બાલાવબોધ – ઉપર્યુક્ત અધ્યાત્મકલ્પલતાના આધારે હંસરત્ને અધ્યાત્મકલ્પદ્રુમ ઉપર એક બાલાવબોધ લખ્યો છે. જીવવિજયે પણ વિ.સં.૧૭૮૦માં એક બાલાવબોધ રચ્યો છે.
અધ્યાત્મકલ્પલતા નામની એક અન્ય ટીકા, મૂલનો રંગવિલાસ દ્વારા ચોપઈમાં કરવામાં આવેલો અધ્યાત્મરાસ નામનો અનુવાદ તથા મો.દ.દેસાઈના વિસ્તૃત ઉપોદ્ઘાત સાથે ‘દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સંસ્થા'એ સન્ ૧૯૪૦માં આ ગ્રન્થ પ્રકાશિત કર્યો છે. ‘જૈનધર્મ પ્રસારક સભા’એ મૂલની, તેના મો.ગિ. કાપડિયાકૃત ગુજરાતી અનુવાદ અને ભાવાર્થ તથા ઉપર્યુક્ત અધ્યાત્મરાસ સાથે, બીજી આવૃત્તિ સન્ ૧૯૧૧માં પ્રકાશિત કરી હતી. પ્રકરણરત્નાકર (ભાગ ૨)માં મૂલ કૃતિ હંસરત્નના બાલાવબોધ સાથે સન્ ૧૯૦૩માં પ્રકાશિત કરવામાં આવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org