________________
૨૪૬
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ પહેલા શ્લોકમાં વીર જિનેશ્વરને વંદન કર્યા છે, બીજામાં ટીકાકારે પોતાના ગુરુને પ્રણામ કર્યા છે. સાથે સાથે પોતાના ગુરુનું “ચતુર્ધામવેલી’ વગેરે વિશેષણો દ્વારા વર્ણન કર્યું છે. અંતે પ્રશસ્તિરૂપ એક શ્લોક છે. તેમાં પ્રસ્તુત ટીકાનું નામ, રચનાવર્ષ તથા કોના બોધ માટે આ ટીકા લખવામાં આવી છે – આ બધી વાતો કહી છે. આ ટીકામાં યોગશાસ્ત્રના પ્રણેતા હેમચન્દ્રસૂરિને “
વિશિષ્ટ અને “પયોગીશ્વર' કહ્યા છે.
હેમચન્દ્રસૂરિકૃત યોગશાસ્ત્રના બારે પ્રકાશો ઉપર તેમનું સ્વોપજ્ઞ વિવરણ છે, પરંતુ તે વિવરણના અધિકાંશ ભાગમાં પ્રકાશ ૧-૪નું સ્પષ્ટીકરણ જ આવે છે.' પાંચમો પ્રકાશ સૌથી મોટો છે. આ યોગિરમાં ટીકા નવ વિભાગોમાં વિભક્ત છે. તેમાં ૫૮ શ્લોકોનો ‘ગર્ભોત્પત્તિ' નામનો પ્રથમ અધિકાર છે. તે આજ સુધી પ્રકાશિત યોગશાસ્ત્ર અને તેના સ્વોપજ્ઞ વિવરણમાં નથી. આને આધારે શ્રી જુગલકિશોરજીએ એવી સંભાવના વ્યક્ત કરી છે કે યોગશાસ્ત્રની પ્રથમ લખાયેલ પ્રતિઓમાં તે હશે, પરંતુ નિરર્થક જણાવાથી પછીથી તેને કાઢી નાખવામાં આવ્યો હશે.
આ યોગિરમાં ટીકા અન્તિમ આઠ પ્રકાશો પર સવિશેષ પ્રકાશ નાખે છે. તેના આઠ અધિકાર અનુક્રમે પ્રકાશ પથી ૧૨ છે. તેમાં મૂલના નામથી નિર્દિષ્ટ શ્લોકોની સંખ્યા યોગશાસ્ત્ર સાથે મેળવવાથી ઓછાવત્તાપણું જણાય છે. તે ઉપરાંત, તેમાં પાઠભેદ પણ છે. ચોથા અને પાંચમા અધિકારોમાં જે સ્પષ્ટીકરણ આવે છે તેમાં આવતા કેટલાય મંત્રો અને યંત્રો યોગશાસ્ત્ર અથવા તેના સ્વોપજ્ઞ વિવરણમાં મળતા નથી. સાતમા અધિકારના કેટલાક શ્લોક સ્વોપજ્ઞ વિવરણગત આન્સરશ્લોક છે.
વૃત્તિ – આ વૃત્તિ અમરપ્રભસૂરિની રચના છે. તે પદ્મપ્રભસૂરિના શિષ્ય હતા. આ વૃત્તિની એક હસ્તપ્રત વિ.સં.૧૬૧૯માં લખાયેલી મળે છે.
ટીકા-ટિપ્પણ – આ અજ્ઞાતકર્તક રચના છે. અવચૂરિ – આના કર્તાનું નામ જ્ઞાત નથી.
બાલાવબોધ – આ ગુજરાતી સ્પષ્ટીકરણના પ્રણેતા સોમસુન્દરસૂરિ છે. તે તપાગચ્છના દેવસુન્દરસૂરિના શિષ્ય હતા. તેમની કૃતિની એક હસ્તપ્રતિ
૧. આ ચારે પ્રકાશોમાં પીજો સૌથી મોટો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org