________________
૨૨૪
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ છે. તેમાં યોગ, કાલની કરાલતા, વિષયોની વિડમ્બના અને વૈરાગ્યપોષક તત્ત્વોનું નિરૂપણ છે. પદ્માનન્દશતક યા વૈરાગ્યશતક
આ ધનદેવના પુત્ર પદ્માનન્દની રચના છે. તેમાં ૧૦૩ પદ્ય શાર્દૂલવિક્રીડિત છન્દ્રમાં છે. તેમાં વૈરાગ્યનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે અને ખરા યોગીનું અને કામાતુર જનોનું સ્વરૂપ દર્શાવ્યું છે. અણસાસર્ણકુસકુલય (અનુશાસનાંકુશક્લક)
અંગુલસત્તરિ વગેરેના પ્રણેતા મુનિચન્દ્રસૂરિરચિત આ કૃતિમાં જૈન મહારાષ્ટ્રની ૨૫ ગાથાઓ છે. તેમનો સ્વર્ગવાસ વિ.સં.૧૧૭૮માં થયો હતો. રયણત્તયકુલય (રત્નત્રયકુલક),
આ પણ ઉપર્યુક્ત મુનિચન્દ્રરચિત કુલક છે. તેમાં ૩૧ ગાથાઓ છે અને તેમનામાં દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્ત્વોનું – રત્નોનું સ્વરૂપ સમજાવ્યું
ગાહાકોશ (ગાથાકોશ)
આને રસાઉલ તથા રસાઉલગાહાકોસ પણ કહે છે. આ પણ ઉપર્યુક્ત મુનિચન્દ્રસૂરિની રચના છે. તેનું શ્લોકપ્રમાણ ૩૮૪ છે. મોક્ષોપદેશપંચાલત
આ પણ મુનિચન્દ્રસૂરિની ૫૧ પદ્યની કૃતિ છે. તેમાં સંસારને વિષવૃક્ષ કહી તેનાં મૂળ, શાખા વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પછી નરક વગેરે ચાર ગતિઓનાં દુઃખોનું વર્ણન આવે છે. ત્યાર પછી સંસાર, વિવેક, દેવ (પરમેશ્વર), ગુરુ અને ધર્મનું સ્વરૂપ સંક્ષેપમાં આપ્યું છે.
૧. આની ચોથી આવૃત્તિ “કાવ્યમાલા ગુચ્છક ૭માં પ્રકાશિત થઈ છે. ૨. આ શ્રેષ્ઠીએ જિનવલ્લભસૂરિનો ઉપદેશ સાંભળી નાગપુર (નાગોર)માં નેમિનાથનું
ચેત્યાલય બનાવડાવ્યું હતું, આ વાત પ્રસ્તુત કૃતિના ૧૦૨મા શ્લોકમાંથી જાણવા મળે
૩. આ કુલક “પ્રકરણસમુચ્ચય'નાં પત્ર ૪૧-૪૩માં છપાયું છે. ૪. આ કૃતિ ઉપર્યુક્ત “પ્રકરણસમુચ્ચય'નાં પત્ર ૧૯-૨૨માં છપાઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org