________________
ધર્મોપદેશ
૨૧૯ , પરિગ્રહ પરિમાણના વિશે રત્નસારની, જૈનધર્મની આરાધનાના સંબંધમાં સહસ્રમલ્લની, ધર્મનું માહાભ્ય સૂચવવા ધૃષ્ટકની, સુપાત્રદાનના વિષયમાં ધનદેવ અને ધનમિત્રની, શીલ અર્થાત પરસ્ત્રીના ત્યાગના વિષયમાં કુલધ્વજની, તપના સંબંધમાં દામન્નકની, ભાવનાના વિષયમાં અસમ્મતની, જીવદયાના વિષયમાં ભીમની અને જ્ઞાનના સંબંધમાં સાગરચન્દ્રની.
આ કૃતિમાં બાર વ્રતોના અતિચાર અને સભ્યત્વે આદિના આલાપક પણ આવે છે. ૨. વદ્ધમાણદેસણા
આ ઉવાસગદસાનું પદ્યાત્મક પ્રાકૃત રૂપાન્તર છે. તેના કર્તાનું નામ જ્ઞાત નથી. તેનો પ્રારંભ “વીરજિણંદથી થાય છે. ૩. વર્ધમાનદેશના - આ સર્વવિજયનો ૩૪૦૦ શ્લોકપ્રમાણ ગ્રન્થ છે. તેની એક હસ્તલિખિત પ્રતિ વિ.સં.૧૭૧પની મળે છે. ૪. વર્ધમાનદેશના
આ ગદ્યાત્મક કૃતિ રત્નલાભગણીના શિષ્ય રાજકીર્તિગણીએ લખી છે. તે દસ ઉલ્લાસોમાં વિભક્ત છે. તેમાં અનુક્રમે આનન્દ વગેરે શ્રાવકોનો વૃત્તાન્ત આપ્યો છે. આ કૃતિ વિષય અને કથાઓની દષ્ટિએ શુભવર્ધનગણીકૃત ‘વદ્ધમાણદેસણા' સાથે મળતી આવે છે.
૧. તેની કથા દ્વારા, દુષ્ટ સ્ત્રીઓ પોતાના પતિને વશ કરવા માટે કેવાં કેવાં દુષ્કૃત્યો કરે
છે તથા મંત્ર-ઔષધિનો પ્રભાવ કેવો હોય છે તે દર્શાવ્યું છે. આ કૃતિ હીરાલાલ હંસરાજે વીર સંવત્ ૨૪૬૩માં પ્રકાશિત કરી છે. તે પહેલાં હરિશંકર કાલિદાસ શાસ્ત્રીનો ગુજરાતી અનુવાદ મગનલાલ હઠીસિંહે સન્ ૧૯૦૦માં છપાવ્યો હતો. આના વિશે વિશેષ માહિતી “જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસમાં (ખંડ ૨,
ઉપખંડ ૧) આપી છે. ૩. આનો ગુજરાતી અનુવાદ હરિશંકર કાલિદાસ શાસ્ત્રીએ કર્યો છે અને તે છપાયો પણ
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org