________________
ધર્મોપદેશ
૨૧૭
મહાકાવ્યના રૂપમાં), દવદન્તીની ચાર સર્ગોમાં કથા), વિલાસવતીની કથા, અંજનાસુંદરીની કથા અને નર્મદાસુંદરીની કથા.
વિવેગવિલાસ (વિવેકવિલાસ)
આ ગ્રન્થ વાયડગચ્છના જીવદેવસૂરિના શિષ્ય જિનદત્તસૂરિએ ૧૩૨૩ પઘોમાં રચ્યો છે. તેમાં બાર ઉલ્લાસ છે. આ એક સર્વસામાન્ય કૃતિ છે. તેની રચના સન્ ૧૨૩૧માં સ્વર્ગવાસ પામનાર જાબાલિપુરના રાજા ઉદયસિંહ, તેમના મંત્રી દેવપાલ અને તેમના પુત્ર ધનપાલને પ્રસન્ન કરવા માટે થઈ હતી. તેમાં માનવજીવનને સફળ બનાવવા માટે જે બાબતોનું સામાન્ય જ્ઞાન આવશ્યક છે તેમનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પહેલા પાંચ ઉલ્લાસોમાં દિનચર્યાની, છઠ્ઠામાં ઋતુચર્યાની, સાતમામાં વર્ષચર્યાની, આઠમામાં જન્મચર્યાની અર્થાત્ સમગ્ર ભવના જીવનવ્યવહારની જાણકારી સંક્ષેપમાં આપવામાં આવી છે. નવમા અને દસમા ઉલ્લાસમાં અનુક્રમે પાપ અને પુણ્યનાં કારણો જણાવ્યાં છે. અગીઆરમાં ઉલ્લાસમાં આધ્યાત્મિક વિચાર અને ધ્યાનનું સ્વરૂપ દર્શાવ્યું છે. બારમો ઉલ્લાસ મૃત્યુસમયનાં કર્તવ્યોનો તથા પરલોકનાં સાધનોનો બોધ કરાવે છે. અંતે દસ પોની પ્રશસ્તિ છે.
દિનચર્યા એટલે દિન-રાતનો વ્યવહાર. તેના પાંચ ભાગ કર્યા છે ઃ ૧. પાછલી રાતના આઠમા ભાગથી અર્થાત્ અર્ધ પ્રહર રાત્રિથી પ્રહર દિન, ૨. અઢી પ્રહર દિન, ૩. સાડા ત્રણ પ્રહર દિન, ૪. સૂર્યાસ્ત સુધીનો દિન, અને ૫. સાડા ત્રણ પ્રહર રાત્રિ. એમાંથી પ્રત્યેક ભાગ માટે અનુક્રમે એક એક ઉલ્લાસ છે. પ્રારંભમાં સ્વપ્ર, સ્વર અને દન્તધાવનવિધિ (દાતણ કરવું)ના વિશે નિરૂપણ છે.
૧.
આ ગ્રન્થ ‘સરસ્વતી ગ્રંથમાલા'માં વિ.સં.૧૯૭૬માં છપાયો છે. તે ઉપરાંત પં. દામોદર ગોવિંદાચાર્યકૃત ગુજરાતી અનુવાદ સાથે આ મૂલ ગ્રંથ સન્ ૧૮૯૮માં પણ છપાયો છે. આ વિવેકવિલાસનો માધવાચાર્યે સર્વદર્શનસંગ્રહમાં ઉલ્લેખ કર્યો છે. ૨. પ્રથમ ઉલ્લાસના ત્રીજા પઘના આદ્ય અક્ષરો દ્વારા આ નામ સૂચવાય છે.
૩. તેમના વંશનું નામ ‘બાહુમા' છે. જુઓ પ્રશસ્તિ, શ્લોક ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org