SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મોપદેશ ૨૧૫ અંતે ચૌદ શ્લોકોની પ્રશસ્તિ છે. મૂલમાં સૂચિત દૃષ્ટાંતોના સ્પષ્ટીકરણ માટે ૩૯ કથાઓ આપી છે. તે કથાઓ નીચે પ્રમાણે છે : ગુણસુંદરી અને પુણ્યપાલ, દ્વૈપાયન અને વિશ્વામિત્ર, નારદ, રિપુમર્દન નૃપ, વિજયપાલ નૃપ, બ્રહ્મા, ચન્દ્ર, સૂર્ય, ઇન્દ્ર, આર્દ્રકુમાર, નન્દિષેણ મુનિ, રથનેમિ, નેમિનાથ, મલ્લિનાથ, સ્થૂલભદ્ર, વજસ્વામી, સુદર્શન શ્રેષ્ઠી, વંકચૂલ, સુભદ્રા, મદનરેખા, સુંદરી, અંજના, નર્મદાસુંદરી, રતિસુંદરી, ઋષિદત્તા, દવદન્તી, કમલા, કલાવતી, શીલવતી, નન્દ યતિ, રોહિણી, કુલવાલક, દ્રૌપદી, નૂપુરપંડિતા, દત્તદુહિતા, અગડદત્ત, પ્રદેશી નૃપ, સીતા અને ધનશ્રી. આ ઉપરાંત તેના ઉપર એક અજ્ઞાતકર્તૃક વૃત્તિ પણ છે. વળી, લલિતકીર્તિ અને પુણ્યકીર્તિએ મૂલ ગ્રંથ ઉપર એક એક ટીકા લખી છે. ખરતરગચ્છના રત્નમૂર્તિના શિષ્ય મેરુસુંદરે તેના ઉપર એક બાલાવબોધ લખ્યો છે. ૧. ધર્મકલ્પદ્રુમ પ્રાસંગિક કથાઓ અને સુભાષિતોથી અલંકૃત આ કૃતિ ૪૨૪૮ શ્લોકમાં આગમગચ્છના મુનિસાગરના શિષ્ય ઉદયધર્મગણીએ લખી છે. તેમણે વિ.સં.૧૫૪૩માં મલયસુંદરીરાસ અને ૧૫૫૦માં કથા બત્તીસીની રચના કરી છે. પ્રસ્તુત ગ્રન્થ દાનધર્મ, શીલધર્મ, તપોધર્મ અને ભાવધર્મ આ ચારે શાખાઓમાં વિભક્ત છે. તેમાં પહેલી શાખામાં ત્રણ, બીજીમાં બે, ત્રીજીમાં એક અને ચોથીમાં બે પલ્લવ છે. આમ અષ્ટપલ્લવયુક્ત આ કૃતિ દાન આદિ ચતુર્વિધ ધર્મનો બોધ કરાવે છે. તેમાં ક્રમશઃ ૩૪૦, ૫૨૫, ૬૪૪, ૪૫૭, ૮૬૭, ૬૨૮, ૪૦૦ અને ૩૮૭ પઘો છે. પ્રથમ પલ્લવમાં ધર્મના મહિમાનું વર્ણન છે. આ ગ્રન્થનું સંશોધન ધર્મદેવે કર્યું છે. ૨. ધર્મકલ્પદ્રુમ આ રચના પૂર્ણાંગચ્છના ધર્મદેવની વિ.સં.૧૬૬૭ની રચના છે એવો ઉલ્લેખ મળે છે. - ૧. મૂલ કૃતિ અને શીલતરંગિણી ટીકાનો ગુજરાતી અનુવાદ જૈન વિદ્યાશાલાના કોઈ શાસ્ત્રીએ કર્યો છે અને તે છપાયો પણ છે. ૨. આ કૃતિ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્વાર સંસ્થાએ વિ.સં.૧૯૭૩માં પ્રકાશિત કરી હતી, પરંતુ તેમાં અશુદ્ધિઓ હોવાથી જૈનધર્મ પ્રસારક સભાએ વિ.સં.૧૯૮૪માં બીજી આવૃત્તિ પ્રકાશિત કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy