________________
૨૧૨
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ સોમસુંદરગણીએ વિ.સં.૧૮૯૬માં, જિનસાગરસૂરિએ વિ.સં.૧૫૦૧માં, ધર્મદેવે વિ.સં.૧૫૧પમાં તથા મેરુસુંદરે વિ.સં.૧૫૦૦થી ૧૫૫૦ વચ્ચે એક એક બાલાવબોધ લખ્યો છે.' દાણીલતવભાવણાકુલય (દાનશીલતપભાવનાકુલક)
વિ.સં. ૧૩૨૭માં સ્વર્ગવાસ પામનાર તપાગચ્છના દેવેન્દ્રસૂરિએ જૈન મહારાષ્ટ્રના ૮૦ પદ્યોમાં તેની રચના કરી છે. તેમાં તેમણે દાન, શીલ, તપ અને ભાવનાનું વીસ વીસ ગાથાઓમાં વર્ણન કર્યું છે.
ટીકાઓ – તેના ઉપર ૧૨૦૦૦ શ્લોકપ્રમાણ એક ટીકા રાજવિજયગણીના શિષ્ય દેવવિજયગણીએ વિ.સં.૧૬૬૬માં લખી છે. બીજી એક પ૫૦૦
શ્લોકપ્રમાણ ટીકા લાભકુશલગણીએ લખી છે. તેની વિ.સં.૧૭૬૬માં લખાયેલી એક હસ્તલિખિત પ્રતિ મળે છે. દાણુવએસમાલા (દાનોપદેશમાલા).
જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલી આ કૃતિના પ્રણેતા દેવેન્દ્રસૂરિ છે. તે સંઘતિલકસૂરિના પટ્ટધર શિષ્ય હતા. આ કૃતિમાં દાન વિશે ઉપદેશ આપવામાં આવ્યો છે.
ટીકા – કર્તાએ પોતે જ તેના ઉપર વિ.સં.૧૪૧૮માં વૃત્તિ લખી છે. દાનપ્રદીપ
૬૬૬૫ શ્લોકપ્રમાણ અને બાર પ્રકાશોમાં વિભક્ત આ ગ્રન્થ ચારિત્રરત્નગણીએ વિક્રમ સં. ૧૪૯૯માં ચિત્રકૂટ (ચિત્તોડ)માં લખ્યો છે. તે જિનસુંદરસૂરિ અને સોમસુંદરસૂરિના શિષ્ય હતા.
તેના પહેલા પ્રકાશમાં કહ્યું છે કે દાન વગેરે ચાર પ્રકારના ધર્મોમાં દાનથી જ બાકીના ત્રણ પ્રકારના ધર્મોની સ્થિરતા થાય છે, તથા તીર્થંકરની પ્રથમ દેશના પણ દાનધર્મના વિષયમાં હોય છે, તેથી દાનરૂપ ધર્મ જ મુખ્ય છે. દાનના ત્રણ પ્રકાર છે : ૧. જ્ઞાનદાન, ૨. અભયદાન અને ૩. ઉપષ્ટભદાન.
૧. આનો ગુજરાતી અનુવાદ હીરાલાલ હંસરાજે પ્રકાશિત કર્યો છે. ૨. આ કૃતિ હીરાલાલ હંસરાજે ધર્મરત્નમંજૂષા અને લાભકુશલગીકૃત ટીકા સાથે ત્રણ
ભાગોમાં સન્ ૧૯૧૫માં પ્રકાશિત કરી છે. ૩. આ ગ્રંથ જૈન આત્માનન્દ સભાએ વિ.સં. ૧૯૭૪માં પ્રકાશિત કર્યો છે. તેનો ગુજરાતી
અનુવાદ, બારે પ્રકાશોના ગુજરાતી સારાંશ સાથે, આ સભાને વિ.સં. ૧૯૯૦માં છપાવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org