________________
ધર્મોપદેશ
૨૦૧ ટીકા – કર્તાએ પોતે તેના ઉપર વૃત્તિ લખી છે. તેનું અર્થાત મૂલ સહિત તેનું પરિમાણ ૭૬૭૫ શ્લોકપ્રમાણ છે. અપરતટ ઉપર વૃત્તિ નથી. ૧ ૧. ઉપદેશસપ્રતિકા
આનું બીજું નામ “ગૃહસ્થધર્મોપદેશ પણ છે. વિ.સં.૧૫૦૩માં રચાયેલી ૩૦૦૦ શ્લોકપ્રમાણની આ કૃતિના કર્તા સોમધર્મગણી છે. તે સોમસુંદરસૂરિના શિષ્ય ચારિત્રરત્નગણીના શિષ્ય હતા. આ કૃતિ પાંચ અધિકારોમાં વિભક્ત છે. તેમાં ઉપદેશાત્મક ૭૫ કથાઓ છે. પ્રસ્તુત કૃતિમાં દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વનું નિરૂપણ છે. પહેલા અને ત્રીજા તત્ત્વને માટે બે બે અને બીજાને માટે એક અધિકાર છે. આ પાંચ અધિકારોમાંથી પહેલા અધિકારમાં તીર્થંકરની પૂજા, દેવવ્રત વગેરે વિષય છે. બીજામાં તીર્થનું અને ત્રીજામાં ગુરુના ગુણોનાં કીર્તન, વન્દન અને તેમની પૂજાનું વર્ણન છે. ચોથો ચાર કષાય વિષયક છે અને પાંચમો ગૃહસ્થધર્મ વિષયક છે.' ૨. ઉપદેશસપ્તતિકા
આની રચના ખરતરગચ્છના ક્ષેમરાજે કરી છે. ટીકાઓ – આના ઉપર લેખકે પોતે એક ટીકા લખી છે. ૭૯૭૫ શ્લોકપ્રમાણ ધરાવતી આ ટીકા વિ.સં.૧૫૪૭માં રચાઈ છે. આ ઉપરાંત એક અજ્ઞાતકર્તક ટીકા પણ છે.
૧. શ્રી ચન્દનસાગરજીએ આ મૂલ કૃતિનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે અને તે છપાયો
પણ છે. ૨. આ કૃતિ જૈન આત્માનન્દ સભાએ વિ.સં.૧૯૭૧માં પ્રકાશિત કરી છે. ઉપરાંત “જૈન
સસ્તું સાહિત્ય પ્રસ્થમાળા'માં વિ.સં.૧૯૯૮માં પણ તે પ્રકાશિત થઈ છે. ૩. આનો ગુજરાતી અનુવાદ જૈન આત્માનન્દ સભાએ પ્રકાશિત કર્યો છે. ૪. આ ગ્રન્થ સ્વપજ્ઞ ટીકા અને ગુજરાતી અનુવાદ સાથે જૈન ધર્મ પ્રસારક સભાએ (મૂલ
અને ટીકા સન્ ૧૯૧૭માં તથા અનુવાદ વિ.સં. ૧૯૭૬માં) પ્રકાશિત કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org