________________
પ્રાકથન
(પ્રથમ હિન્દી સંસ્કરણ) 'આ “જૈન સાહિત્ય કા બૃહદ્ ઇતિહાસ'નો ચતુર્થ ભાગ છે. વાચકોની સેવામાં પ્રસ્તુત કરતાં અત્યંત પ્રસન્નતાનો અનુભવ થઈ રહ્યો છે. આની પહેલાં પ્રકાશિત ત્રણ ભાગોનું વિકસમાજ તથા સામાન્ય વાચકવૃંદે હાર્દિક સ્વાગત કર્યું હતું. પ્રસ્તુત ભાગ પણ વિદ્વાનો અને અન્ય વાચકોને તેવી જ રીતે પસંદ પડશે તેવો વિશ્વાસ છે.
પૂર્વ પ્રકાશિત ત્રણેય ભાગ આગમ-સાહિત્ય સંબંધી હતા. પ્રસ્તુત ભાગનો સંબંધ આગામિક પ્રકરણો અને કર્મ સાહિત્ય સાથે છે. જૈન સાહિત્યના આ વિભાગમાં સેંકડો ગ્રંથોનો સમાવેશ થાય છે. કર્મ-સાહિત્ય સંબંધી પૃષ્ઠોં મેં લખ્યા છે અને આગમિક પ્રકરણોનો પરિચય જૈન સાહિત્યના વિશિષ્ટ વિદ્વાન પ્રો.હીરાલાલ ૨. કાપડિયાએ ગુજરાતીમાં લખેલ જેનો હિન્દી અનુવાદ પ્રો. શાંતિલાલ મ. વોરાએ કર્યો છે. હું આ બંને વિદ્વાનોનો આભારી છું.
પ્રસ્તુત ભાગના સંપાદનમાં પણ પૂજય પં. દલસુખભાઈનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો છે તે માટે હું તેઓશ્રીનો અત્યંત અનુગૃહીત છું. ગ્રંથના મુદ્રણ માટે સંસાર પ્રેસનો તથા મુફ સંશોધન વગેરે માટે સંસ્થાનના શોધ-સહાયક પં. કપિલદેવ ગિરિનો આભાર માનું છું.
પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન વારાણસી૫ ૨૪-૧૨-૧૯૬૮
મોહન લાલ મેહતા
અધ્યક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org