________________
આગમસાર અને દ્રવ્યાનુયોગ
૧૮૧ કહે છે. તેના પ્રારંભમાં પરમ જ્યોતિ અર્થાત્ ચેતનારૂપ પ્રકાશનો જય હો એમ કહી અનેકાન્તને નમસ્કાર કર્યા છે. પછી નિશ્ચયનય અને વ્યવહારનયનું સ્વરૂપ જણાવ્યું છે. તે ઉપરાંત કર્મના કર્તા અને ભોક્તારૂપે આત્માનો ઉલ્લેખ, ધર્મોપદેશની રીત, સમ્યક્તનું સ્વરૂપ અને તેના નિઃશંકિત આદિ આઠ અંગ, સાત તત્ત્વ, સમ્યજ્ઞાનની વિચારણા, હિંસાનું સ્વરૂપ, શ્રાવકના બાર વ્રત અને સંખના તથા તેમના પાંચ પાંચ અતિચાર, તપના બે ભેદ, છ આવશ્યક, ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ, દશવિધ ધર્મ, બાર ભાવનાઓ, પરીષહ, બંધનું સ્વરૂપ, અનેકાન્તની સ્પષ્ટતા તથા ગ્રન્થકારે દર્શાવેલી પોતાની લઘુતા – આ રીતે અનેક વિષયોનું આલેખન આમાં કરવામાં આવ્યું છે.
આશાધરે ધર્મામૃતની સ્વોપજ્ઞ ટીકામાં આમાંથી કેટલાંય પદ્યો ઉદ્ધત કર્યા
ટીકાઓ અને અનુવાદ – આના ઉપર એક અજ્ઞાતકર્તૃક ટીકા છે. પંડિત ટોડરમલે તેના ઉપર એક ભાષાટીકા લખી છે, પરંતુ તે અપૂર્ણ રહેતાં દોલતરામજીએ તેને વિ.સં.૧૮૨૭માં પૂરી કરી છે. બીજી એક ભાષાટીકા પં. ભૂધરે વિ.સં.૧૮૭૧માં લખી છે." તત્ત્વાર્થસાર
આ કૃતિ દિગંબર અમૃતચન્દ્રની છે. આખી કૃતિ સાત અધ્યાયોમાં વિભક્ત છે. તેમાં જીવ વગેરે સાત પદાર્થોનું નિરૂપણ છે. - અ. ૫, શ્લો.દમાં તેમણે કહ્યું છે કે કેવલી સચેલક હોઈ શકે છે અને તે ગ્રાસાહાર (કવલાહાર) કરે છે એ તો વિપરીત મિથ્યાત્વ છે. આ ઉપરથી અમૃતચન્દ્રસૂરિ દિગંબર હતા એ ફલિત થાય છે. અ.૭, શ્લો.૧૦માં ષષ્ઠ, અષ્ટમ વગેરે પ્રયોગ આવે છે. તે ઉપરથી સૂચવાય છે કે તેમને શ્વેતાંબર ગ્રન્થોનો પરિચય હતો.
૧. આનો અંગ્રેજી અનુવાદ જગમંદરલાલ જૈનીએ કર્યો છે અને તે છપાયો પણ છે. ૨. આ કૃતિ સન ૧૯૦૫માં “સનાતન જૈન ગ્રન્થમાલા'માં છપાઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org