SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર અને દ્રવ્યાનુયોગ ૧૭૯ ૪૫૭થી ૪૭૦ પણ કદાચ તેમની રચના હોય. શ્રીચન્દ્ર નામના બે કે પછી અભિન્ન એક જ મુનિવર અભિપ્રેત હોય તો પણ તેમના વિશે વિશેષ માહિતી નથી મળતી કે જેના આધારે પવયણસારુદ્ધારની પૂર્વસીમા નિશ્ચિત કરી શકાય. ગાથા ૨૩પમાં આવસ્મયચણિનો નિર્દેશ છે. ટીકાઓ – આના ઉપર સિદ્ધસેનસૂરિની ૧૬૫OO શ્લોકપ્રમાણ તત્ત્વપ્રકાશિની નામની એક વૃત્તિ છે. તેનો રચનાકાળ “કવિસાગરરવિ અર્થાત વિક્રમ સંવત ૧૨૪૮ અથવા ૧૨૭૮ છે. વૃત્તિમાં અનેક ઉદ્ધરણો આવે છે. પ્રારંભના ત્રણ પદ્યોમાંથી પહેલામાં જૈનજ્યોતિની પ્રશંસા કરવામાં આવી છે અને બીજામાં વર્ધમાન વિભુ (મહાવીર સ્વામી)ની સ્તુતિ છે. વૃત્તિના અંતે ૧૯ પદ્યની પ્રશસ્તિ છે, તેમાંથી કર્તાની ગુરુપરમ્પરા જ્ઞાત થાય છે. આ પરંપરા આ પ્રકારે છે : અભયદેવસૂરિ', ધનેશ્વરસૂરિ, અજિતસિંહસૂરિ, વર્ધમાનસૂરિ, દેવચન્દ્રસૂરિ, ચન્દ્રપ્રભસૂરિ, ભદ્રેશ્વરસૂરિ, અજિતસિંહસૂરિ, દેવપ્રભસૂરિ. સિદ્ધસેનસૂરિએ પોતાની આ વૃત્તિમાં સ્વરચિત નીચે જણાવેલી ત્રણ કૃતિઓનો નિર્દેશ કર્યો છે : ૧, પઉમપ્રહચરિય પત્ર ૪૪૦ આ ૨. સામાઆરી પત્ર ૪૪૩ આ ૩. સ્તુતિ ( પત્ર ૧૮૦ આ (“રિપાપડિ'થી શરૂ થતી) આ ઉપરાંત રવિપ્રભના શિષ્ય ઉદયપ્રભે આના ઉપર ૩૨૦૩ શ્લોકપ્રમાણ ‘વિષમપદ' નામની વ્યાખ્યા લખી છે. આ રવિપ્રભ યશોભદ્રના શિષ્ય અને ધર્મઘોષના પ્રશિષ્ય હતા. આના પર એક બીજી ૩૩૦૩ શ્લોકપ્રમાણ વિષમપદપર્યાય નામની અજ્ઞાતકર્તક ટીકા છે. એક અન્ય ટીકા પણ છે, પરંતુ એના કર્તાનું નામ અજ્ઞાત છે. પદ્મમન્દિરગણીએ એના ઉપર એક બાલાવબોધ લખ્યો છે. તેની એક હસ્તલિખિત પ્રતિ વિ.સં.૧૬૫૧માં લખાયેલી મળે છે. - ૧. વાદમહાર્ણવના કર્તા ૨. પ્રમાણપ્રકાશના પ્રણેતા ૩. આ કૃતિનું આદ્ય પદ્ય જ આપવામાં આવ્યું છે. ૪. આ કૃતિનું એક જ પદ આપવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy