SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર અને દ્રવ્યાનુયોગ ૧૬૯ પાંચ અધિકાર છે અને ક્રમશઃ જમ્બુદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલોદધિ અને પુષ્કરવરદ્વીપના અડધા ભાગ વિશે જાણકારી આપવામાં આવી છે. પ્રથમ અધિકારમાં પ્રસંગવશ સૂર્ય, ચન્દ્ર અને નક્ષત્રોની ગતિના વિશે તથા દ્વિતીય અધિકારમાં પ૬ અન્તર્લીપોના વિશે વિસ્તૃત નિરૂપણ છે. આમ આમાં ખગોળ અને ભૂગોળની ચર્ચા આવે છે. આમાં જે ચાલીસ કરણસૂત્ર છે તે એના મહત્ત્વમાં વધારો કરે છે. ટીકાઓ – પ્રસ્તુત કૃતિ ઉપર દસ વૃત્તિઓ મળે છે. તે દસમાંથી ત્રણ તો અજ્ઞાતકર્તક છે. બાકીની વૃત્તિઓના કર્તાઓનાં નામ અને એમના રચના સમયનો ઉલ્લેખ નીચે મુજબ છે : હરિભદ્રસૂરિ (વિ.સં.૧૧૮૫), સિદ્ધસૂરિ (વિ.સં.૧૧૯૨), મલયગિરિસૂરિ (વિ.સં.૧૨૦૦ લગભગ), વિજયસિંહ (વિ.સં. ૧૨૧૫), દેવભદ્ર (વિ.સં.૧૨૩૩), દેવાનન્દ (વિ.સં.૧૪૫૫) અને આનન્દસૂરિ. આમાં હરિભદ્રસૂરિ સિવાયના બાકીના વૃત્તિકારોની વૃત્તિઓનો ગ્રન્થાગ્ર (શ્લોકપ્રમાણ) અનુક્રમે ૩૦૦૦, ૭૮૮૭, ૩૨૫૬, ૧૦૦૦, ૩૩૩૨ અને ૨000 શ્લોક છે. તે બધીમાં મલયગિરિકત ટીકા (વૃત્તિ) સૌથી મોટી છે. તેના પ્રારંભમાં ત્રણ અને અન્તમાં પાંચ શ્લોક પ્રશસ્તિરૂપ છે. ક્ષેત્રવિચારણા આને નરખિત્તપયરણ (નરક્ષેત્રપ્રકરણ)" તથા લઘુક્ષેત્રસમાસ' પણ કહે છે. ર૬૪ પદ્યમાં જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલી આ કૃતિના પ્રણેતા રત્નશેખરસૂરિ છે. ૧. ઉદાહરણાર્થ જુઓ પદ્ય ૭, ૧૩, ૧૪ વગેરે ૨. આ કરણસૂત્રોની વ્યાખ્યા “જબૂદીવકરણગુણિ'માં જણાય છે. આ ચૂર્ણિમાં અન્ય કરણસૂત્રોનું પણ સ્પષ્ટીકરણ છે. ૩. પ્રથમ પદ્યમાં જિનવચનની તથા દ્વિતીયમાં જિનભદ્રગણીની પ્રશંસા છે. ૪. આના આરંભના ત્રણ પદ્યોમાં પણ જિનભદ્રગણીની પ્રશંસા છે. ૫. આ કૃતિ સ્વોપલ્લવૃત્તિ સાથે જૈન આત્માનન્દ સભાએ વિ.સં.૧૯૭રમાં પ્રકાશિત કરી છે. ૬. આ નામની એક કૃતિ મુક્તિ-કમલ-જૈન-મોહનમાલામાં વિ.સં.૧૯૯૦માં છપાઈ છે. તેમાં ચન્દુલાલ નાનચન્દકૃત ગુજરાતી વિવેચન તથા યંત્રો અને ચિત્રોને સ્થાન આપવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy