SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર અને દ્રવ્યાનુયોગ ૧૬૭ લખી છે. તે ઉપરાંત ક્ષમાકલ્યાણે વિ.સં. ૧૮૫૦માં તથા કોઈ અજ્ઞાત લેખકે પ્રદીપિકા નામની અવસૂરિટીકા લખી છે. આ કૃતિનો ફ્રેંચ અનુવાદ ગેરિનો (Guarinot)એ કર્યો છે અને તે ‘જર્નલ એશિયાટિક'માં મૂળ સાથે ૧૯૦૨માં પ્રકાશિત થયો છે. આ ઉપરાંત જયન્ત પી. ઠાકરે કરેલો અંગ્રેજી અનુવાદ પણ પ્રકાશિત થયો છે. વળી, ગુજરાતી અને હિન્દી અનુવાદો પણ કેટલાંય સ્થાનોથી પ્રકાશિત થયા છે. પણવણાતઇયપદસંગહણી (પ્રજ્ઞાપનાતૃતીયપદસંગ્રહણી) આ ૧૩૩ પદ્યની જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલી સંગ્રહાત્મક કૃતિ છે. તેના સંગ્રહકર્તા નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિ છે. તેમણે પણવણાના (પ્રજ્ઞાપનાના) ૩૬ પદોમાંથી ‘અપ્પબહુત્ત' (અલ્પબહુત્વ) નામના ત્રીજા પદને ધ્યાનમાં રાખી જીવોનું ૨૭ દ્વારો દ્વારા અલ્પબહુત્વ દર્શાવ્યું છે. - ટીકાઓ – કુલમંડનસૂરિએ વિ.સં.૧૪૭૧માં તેની અવચૂર્ણિ લખી છે. તે ઉપરાંત જ્ઞાનવિજયના શિષ્ય જીવવિજયે વિ.સં.૧૭૮૪માં આ સંગ્રહણી ઉપર બાલાવબોધ પણ લખ્યો છે. જીવાજીવાભિગમસંગહણી (જીવાજીવાભિગમસંગ્રહણી) અજ્ઞાતકર્તૃક આ કૃતિમાં ૨૨૩ પદ્ય છે. તેની એક જ હસ્તલિખિત પ્રતિનો ઉલ્લેખ જિનરત્નકોશમાં (વિ.૧, પૃ. ૧૪૩) છે અને તે પ્રતિ સૂરતના એક ભંડારમાં છે. પ્રતિને જોયા પછી જ તેનો વિશેષ પરિચય આપી શકાય, પરંતુ નામ ઉપરથી તો એવું અનુમાન થાય છે કે તેમાં જીવાજીવાભિગમસૂત્રના વિષયોનો સંગ્રહ હશે. જમ્બુદ્વીપસમાસ આ કૃતિના કર્તા વાચક ઉમાસ્વાતિ છે એમ કેટલાક વિદ્વાનોનું કહેવું છે. તેને ક્ષેત્રસમાસ પણ કહે છે. તેના પ્રારંભમાં એક પદ્ય છે, જ્યારે બાકીનો બધો ૧. અવસૂરિ સાથે તેનું પ્રકાશન જૈન આત્માનન્દ સભા, ભાવનગર, ત૨ફથી વિ.સ.૧૯૭૪માં થયું છે. ૨. સભાષ્ય તત્ત્વાર્થાધિગમ સાથે તેનું પ્રકાશન ‘બિબ્લિયોથિકા ઈણ્ડિકા' સિરિઝમાં બંગાલ રૉયલ એશિયાટિક સોસાયટી તરફથી ૧૯૦૩માં થયું છે; તેમાં વિજયસિંહસૂરિરચિત ટીકા પણ સાથે છે. તે ઉપરાંત આ ટીકા સાથે મૂલ કૃતિ ‘સત્યવિજય ગ્રન્થમાલા' અમદાવાદ તરફથી પણ ૧૯૨૨માં પ્રકાશિત થઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy