________________
૧૫૮
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ મલ્લિષણ અને પ્રભાચ પણ સંસ્કૃતમાં ટીકા રચી છે. તે ટીકાઓ ઉપરાંત અજ્ઞાતકર્તક બે સંસ્કૃત ટીકાઓ પણ છે; તે બેમાંથી એકનું નામ “તાત્પર્યવૃત્તિ છે એમ જિનરત્નકોશમાં (વિભાગ ૧, પૃ. ૨૩૧) નોંધ્યું છે.
મૂલકૃતિ ઉપર હેમરાજ પાંડેએ હિન્દીમાં બાલાવબોધ રચ્યો છે. આઠ પાહુડ
કેટલાકનું માનવું છે કે કુન્દકુન્દ ૮૪ પાહુડ લખ્યાં હતાં. આ વાત સાચી માની લઈએ તો પણ આ બધાં પાહુડોનાં નામ આજ સુધી મળ્યાં નથી. અહીં તો અમે જૈન શૌરસેનીમાં રચાયેલાં પદ્યાત્મક આઠ પાહુડોના વિશે જ કંઈક કહીશું. આ પાહુડોનાં નામ છે : ૧. દંસણપાહુડ, ૨. ચારિત્તપાહુડ, ૩. સુત્તપાહુડ, ૪. બોધપાહુડ, પ. ભાવપાહુડ, ૬. મોખપાહુડ, ૭. લિંગપાહુડ, ૮. સીલપાહુડ.'
૧. દંસણપાહુડ (દર્શનપ્રાભૃત) – તેમાં ૩૬ આર્યા છંદ છે. વર્ધમાનસ્વામીને એટલે કે મહાવીરને નમસ્કાર કરી “સખ્યત્ત્વનો માર્ગ સંક્ષેપમાં હું કહીશ' એવી પ્રતિજ્ઞા સાથે આ કૃતિનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમાં સમ્યક્તને ધર્મનું મૂળ કહ્યું છે. સમ્યક્ત વિના નિર્વાણની પ્રાપ્તિ થતી નથી અને ભવભ્રમણ થાય છે, પછી ભલે અનેક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય કે ઉગ્ર તપશ્ચર્યા કરી હોય
છે અને તે બાર વિભાગોમાં વિભક્ત છે. આમ આ ટીકા અનુસાર કુલ ૧૮૧ ગાથા થાય છે. જયસેનની આ ટીકાનો ઉલ્લેખ પવયણસાર અને સમયસારની તેમની ટીકાઓમાં
છે. આ ત્રણમાંથી પંચન્શિકાયસંગહની ટીકામાં સૌથી વધારે ઉદ્ધરણો આવે છે. ૧. તેમની ટીકાનું નામ “પ્રદીપ' છે. ૨. કેટલાકના મતે દેવજિતે પણ સંસ્કૃતમાં ટીકા રચી છે. ૩. બાલચન્દ્ર કન્નડમાં ટીકા લખી છે. ૪. આ આઠ પાહુડ અને પ્રત્યેકની સંસ્કૃત છાયા, દંસણપાહુડ આદિ પ્રારંભના છ પાહુડોની
શ્રુતસાગરકૃત સંસ્કૃત ટીકા, રયણસાર અને બારસાસુષ્મા “પપ્રાભૃતાદિસંગ્રહ'ના નામથી
માણિકચન્દ્ર દિગમ્બર જૈન ગ્રન્થમાળામાં પ્રકાશિત થયાં છે. ૫. તેંતાલીસ પાહુડોનાં નામ પવયણસારની અંગ્રેજી પ્રસ્તાવના (પૃ.૨૫ના ટિપ્પણ)માં
આપવામાં આવ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org