________________
૧૫૬
પંચાસ્તિકાયસાર
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
એટલે કે
પંચત્મિકાયસંગહસુત્ત (પંચાસ્તિકાયસંગ્રહસૂત્ર) પંચત્મિકાયસાર (પંચાસ્તિકાયસા૨)ના કર્તા પણ કુકુન્દાચાર્ય છે. પદ્યાત્મક જૈન શૌરસેનીમાં રચાયેલી આ કૃતિ બે વાચનાઓમાં મળે છે : એકમાં અમૃતચન્દ્રની ટીકા અનુસાર ૧૭૩ ગાથા છે, જ્યારે બીજીમાં જયસેન અને બ્રહ્મદેવકૃત ટીકા અનુસાર ૧૮૧ પદ્ય છે. અંતિમ પઘમાં જો કે ‘પંચત્મિકાયસંગહસુત્ત' નામ આવે છે પરંતુ બીજું નામ વિશેષ પ્રચલિત છે. તેના ટીકાકાર અમૃતચન્દ્રના મતે આ આખી કૃતિ બે શ્રુતસ્કોમાં વિભક્ત છે. પ્રથમ શ્રુતસ્કન્ધમાં ૧૦૪ ગાથા છે, જ્યારે બીજામાં ૧૦૫થી ૧૭૩ એટલે કે ૬૯ ગાથા છે. પ્રારંભના ૨૬ પદ્ય પીઠબન્ધરૂપ છે અને ૬૪મી વગેરે ગાથાઓનો નિર્દેશ ‘સિદ્ધાન્તસૂત્ર’ નામથી કરવામાં આવ્યો છે. સો ઈન્દ્રના નમસ્કાર પામેલા જિનોને વન્દન કરી આનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમાં નીચે જણાવેલા વિષયો આવે છે :
સમયના નિરૂપણની પ્રતિજ્ઞા, અસ્તિકાયોના સમવાયરૂપ (સમૂહરૂપ) ‘સમય’, અસ્તિકાયનું લક્ષણ, પાંચ અસ્તિકાય અને કાલનું નિરૂપણ, દ્રવ્યનાં ત્રણ લક્ષણ, દ્રવ્ય, ગુણ અને પર્યાયનો પરસ્પર સંબંધ, વિવક્ષા અનુસાર દ્રવ્યની સસભંગી, જીવ દ્રવ્યના (અશુદ્ધ પર્યાયોની અપેક્ષાએ) ભાવ, અભાવ, ભાવાભાવ અને અભાવભાવ, વ્યવહારકાળના સમય, નિમેષ, કાષ્ઠા, કલા, નાલી, અહોરાત્ર, માસ, ઋતુ, અયન અને સંવત્સર જેવા ભેદ, સંસારી જીવનું સ્વરૂપ, સિદ્ધનું સ્વરૂપ અને તેનું સુખ, જીવનું લક્ષણ, મુક્તિનું સ્વરૂપ, જ્ઞાન અને દર્શનના પ્રકાર, જ્ઞાની અને જ્ઞાનનો સંબંધ, સંસારી જીવનું કર્તૃત્વ અને ભોક્તૃત્વ, જીવના
૧. આ કૃતિ અમૃતચન્દ્રકૃત તત્ત્વદીપિકા કે સમયવ્યાખ્યા નામની સંસ્કૃત ટીકા તથા હેમરાજ પાંડેના બાલાવબોધ પરથી પન્નાલાલ બાકલીવાલકૃત હિંદી અનુવાદ સાથે ‘રાયચંદ્ર જૈન ગ્રંથમાલા'માં ૧૯૦૪માં તથા અંગ્રેજી અનુવાદ સાથે આરાથી પ્રકાશિત થઈ છે. આ ગ્રન્થમાલામાં પ્રકાશિત તેની બીજી આવૃત્તિમાં અમૃતચન્દ્ર અને જયસેનની સંસ્કૃત ટીકાઓ તથા હેમરાજ પાંડેનો બાલાવબોધ છપાયાં છે. અમૃતચન્દ્રની ટીકા સાથે ગુજરાતી અનુવાદ દિગમ્બર સ્વાધ્યાય મન્દિર’ તરફથી વિ.સં.૨૦૧૪માં પ્રકાશિત થયો છે.
૨. ધવલામાં ‘પંચત્મિકાયસાર’નો ઉલ્લેખ છે.
૩. ચાર પ્રકારના પ્રાણો દ્વારા જે જીવે છે, જીવશે અને પહેલાં જીવતો હતો તે ‘જીવ’ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org