SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ આગમસાર અને દ્રવ્યાનુયોગ પ્રાકૃતના એક પ્રકાર જૈન શૌરસેનીમાં આર્યા છંદમાં રચાયો છે. તેની બે વાચનાઓ મળે છે. તે બેમાંથી એકને અમૃતચંદ્ર પોતાની વૃત્તિમાં અપનાવી છે, તો બીજીને જયસેન, બાલચન્દ્ર વગેરેએ પોતપોતાની ટીકામાં સ્વીકારી છે. પહેલી વાચનામાં કુલ ૨૭૫ પદ્યો છે. ત્રણ શ્રુતસ્કન્ધોમાં વિભક્ત તેના પ્રત્યેક સ્કન્દમાં ક્રમશઃ ૯૨, ૧૦૮ અને ૭૫ ગાથાઓ છે અને તે ત્રણ સ્કન્ધોમાં જ્ઞાનતત્ત્વ, જ્ઞેયતત્ત્વ અને ચરણતત્ત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે. બીજી વાચના પહેલીથી વિસ્તૃત છે. તેના ત્રણ અધિકારોમાં ક્રમશઃ ૧૦૧, ૧૧૩ અને ૯૭ (કુલ ૩૧૧) પદ્ય પવયણસાર, પંચત્યિકાયસંગસુત્ત અથવા પંચત્યિકાયસાર અને સમયસાર આ ત્રણના સમૂહને “પ્રાભૃતાત્રય” પણ કહે છે. આ વેદાન્તીઓના પ્રસ્થાનત્રયની યાદ અપાવે છે. પ્રવચનસાર પવયણસારનો પ્રારંભ પંચપરમેષ્ઠીના નમસ્કારથી થાય છે. તેમાં નીચે જણાવેલી બાબતોને વ્યવસ્થિતપણે પ્રસ્તુત કરવામાં આવી છે : પ્રથમ અધિકાર – સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનો મોક્ષમાર્ગના રૂપે ઉલ્લેખ, ચારિત્રનો ધર્મરૂપે નિર્દેશ, ધર્મનું શમ સાથે ઐક્ય અને શમનું લક્ષણ, દ્રવ્યનું લક્ષણ, જીવના ત્રણ પરિણામ – શુભ, અશુભ અને શુદ્ધ, શુદ્ધ ઉપયોગવાળા (પરિણામવાળા) જીવન નિર્વાણની અને શુભ ઉપયોગવાળા જીવને સ્વર્ગની પ્રાપ્તિ, અશુભ ઉપયોગનું દુઃખદાયી ફળ, સર્વજ્ઞનું સ્વરૂપ, “સ્વયમ્ભ શબ્દની વ્યાખ્યા, જ્ઞાન દ્વારા સર્વવ્યાપિતા, શ્રુતકેવલી, સૂત્ર અને અતીન્દ્રિય જ્ઞાન તથા ક્ષાયિક જ્ઞાનની વ્યાખ્યા, તીર્થકરોની સ્વાભાવિક પ્રવૃત્તિઓ, દ્રવ્યોની તથા પ્રત્યેક દ્રવ્યના પર્યાયોની અનન્તતા, પુદ્ગલનું લક્ષણ, પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનનું સ્પષ્ટીકરણ, સિદ્ધ પરમાત્માની સૂર્ય સાથે તુલના, ઈન્દ્રિયજન્ય સુખની અસારતા, તીર્થકરના સમગ્ર સ્વરૂપના બોધથી આત્મજ્ઞાન, અને મોહનાં લિંગો. | દ્વિતીય અધિકાર – દ્રવ્ય, ગુણ અને પર્યાયનાં લક્ષણ અને સ્વરૂપ તેમ જ તે ત્રણેનો પરસ્પર સંબંધ, સપ્તભંગીનું સૂચન, જીવે વગેરે પાંચ અસ્તિકાય અને ૧. તેમની ટીકા કન્નડ ભાષામાં છે. ૨. પ્રસ્થાનત્રયમાં વૈદિક ધર્મના મૂલરૂપ ઉપનિષદ્, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ગીતાનો સમાવેશ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy