________________
» વૃત્તિ*
૧૧૪
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ ૯. ભાવપ્રકરણ* વિજયવિમલગણિ ગાથા ૩૦ વિ.સં.
૧૬ ૨૩ ” સ્વો.વૃત્તિ
૩૨ ૫ ૧૦. બન્ધહેતૃદયત્રિભળી હર્ષકુલગણિ ગાથા ૬૫ વિક્રમની
૧૬મી સદી વાનરર્ષિગણિ ૧૧૫૦ વિ.સં.૧૬૦૨ ૧૧. બન્ધોદયસત્તાપ્રકરણ વિજયવિમલગણિ ગાથા ૨૪ વિક્રમની
૧૭મી સદીનો
પ્રારંભ ” સ્વો. અવચૂરિ*
૩૦૦ ૧૨.કર્મસંવેદ્યભપ્રકરણ દેવચન્દ્ર
૪૦૦ ૧૩. ભૂયસ્કારાદિવિચાર- લક્ષ્મીવિજય ગાથા ૬૦ વિક્રમની - પ્રકરણ
૧૭મી સદી ૧૪. સંક્રમપ્રકરણ પ્રેમવિજયગણિ -
વિ.સં. ૧૯૮૫ પ્રસ્તુત સૂચીમાં નિર્દેશેલ કર્મસાહિત્યનું ગ્રન્થમાન લગભગ સાત લાખ શ્લોક છે. તેમાંથી દિગંબરીય કર્મસાહિત્યનું પ્રમાણ લગભગ પાંચ લાખ શ્લોક છે. મહાકર્મપ્રકૃતિપ્રાભૃત અને કષાયમામૃત – જે દિગંબર સંપ્રદાયના આગમગ્રંથો છે અને જેમની સાથે સંબંધ ધરાવતી ટીકાઓને પણ આગમિક સાહિત્યની અંદર જ ગણવામાં આવે છે – દિગંબરીય સાહિત્યનો સર્વાધિક મહત્ત્વપૂર્ણ ભાગ છે. આ સાહિત્ય ઉપર તત્સંબંધી પાછલા પ્રકરણોમાં પૂરતો પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેથી પ્રસ્તુત પ્રકરણમાં બાકીના દિગંબરીય કર્મસાહિત્યનો જ પરિચય રજૂ કરવામાં આવશે.
ગ્રન્થબાહુલ્યને દૃષ્ટિમાં રાખીને પહેલાં શ્વેતાંબરાચાર્યક્ત કર્યસાહિત્યના કેટલાક મહત્ત્વપૂર્ણ ગ્રંથોનો પરિચય આપવો અનુચિત નહિ ગણાય. શ્વેતાંબરીય કર્મસાહિત્યનો પ્રાચીનતમ સ્વતંત્ર ગ્રંથ શિવશર્મસૂરિકૃત કર્મપ્રકૃતિ છે. અહીં સૌપ્રથમ તેનો પરિચય આપીશું. શિવશર્મસૂરિકૃત કર્મપ્રકૃતિ
કર્મપ્રકૃતિના પ્રણેતા શિવશર્મસૂરિનો સમય આનુમાનિક વિક્રમની પાંચમી શતાબ્દી મનાય છે. કદાચ તે આગમોદ્ધારક દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણના પૂર્વવર્તી ૧. (અ) મલયગિરિ અને યશોવિજયવિહિત વૃત્તિઓ સહિત – જૈન ધર્મ પ્રસારક સભા,
ભાવનગર, સન્ ૧૯૧૭ (આ) મલયગિરિકૃત વૃત્તિ સહિત – દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ, મુંબઈ, સન્
૧૯૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org